સિહોર પંથકમાં અપૂરતા વરસાદથી પાક નિષ્ફળ જવાની સેવાતી ભીતિ મોંઘાભાવના બિયારણ અને ખાતર લાવીને વાવેતર તો કર્યું ધોરી અષાઢમાં ન વરસ્યો અને શ્રાવણમાં પણ માત્ર સરવડા વરસાવ્યા અષાઢ અને શ્રાવણ જેવા વરસાદના ધોરી ગણાતા બે માસ પસાર થઇ ગયા અને એમાંય અષાઢ માસ એ તો વરસાદનો ખાસ માસ ગણાય છે. જ્યારે શ્રાવણમાં સરવડા વરસતા હોય છે. આ વરસે સિહોર તાલુકાથી કુદરતી રુઠી હોય તેમ સિહોર પંથકમાં અપૂરતો વરસાદ વરસ્યો છે. જેને કારણે જગતનો તાત ચિંતાતુર બની ગયો છે. આ વરસે સિહોર શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં મહેઘમહેર ઓછી થઇ છે વરસાદને કાચું સોનું કહેવામાં આવે છે. અને જો કાચું સોનું ન વરસે તો જગતના તાત સહિત સૌ કોઇને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વરસાદના અભાવે આ વરસે સિહોર તાલુકાના ઘરતીપુત્રોની હાલત બહુ કફોડી બની ગઇ છે. સિહોર તાલુકાના ભાંખલ, થાળા, બેકડી, વરલ, ટાણા, લવરડા, બુઢણા, અમરગઢ, આંબલા,સણોસરા, સાંઢિડા, સરવેડી, ઢાંકણકુંડા, ચોરવડલા ઇશ્વરિયા, વાવડી (ગજા), પાંચ તલાવડા, ગઢુુલા, ભુતિયા સહિતના ગામના લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે.