પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે રહેતા રવજીભાઈ વેલજીભાઈ પટેલ ઉ.વ.75 સાયકલ લઈ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ Gj 19 AS 8788ના ચાલકે મોટર સાયકલથી સાયકલ સવાર રવજીભાઈને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં સાયકલ સવાર રવજીભાઈને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું બનાવ અંગે મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.