છોટાઉદેપુર ના ધારાસભ્યની ઉપસ્થિતિમા વિક્સિત ભારત ૨૦૪૭ અંગે પાવીજેતપુર કોલેજમાં કાર્યક્રમ ઉજવાયો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

      ચિલ્ડ્રનસ યુનિવર્સિટી અને વનવાસી સેવા સમાજ સંચાલિત એમ. સી. રાઠવા આર્ટસ, સાયન્સ, બી.એડ. અને આદિવાસી નર્સિંગ કોલેજ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપેલ વિક્સિત ભારત @ ૨૦૪૭ ના મિશનને સિદ્ધ કરવા ચિલ્ડ્રનસ યુનિવર્સિટીના કુલપતીશ્રી ડો. હર્ષદ પટેલની પ્રેરણાથી યજ્ઞ વ્યાખ્યાનમાળા અંતર્ગત વનવાસી સેવા સમાજની વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ યુનિવર્સિટીના ડો. ચિરાગ દરજી દ્વારા વિક્સિત ભારત માટે યુવાઓની ભુમિકા અને યોગદાન વિષે વ્યાખ્યાનમાળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગ્ટયથી કરવામા આવી હતી. ઉપસ્થિત મહેમાનશ્રીઓનુ યુનિવર્સીટી પ્રકાશિત પુસ્તકો અને પુશ્પગુચ્છ દ્વારા કરવામા આવ્યુ હતુ. પ્રસ્તુત કાર્યક્રમમા કુલ ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને કાર્યક્રમમા ભાગ લિધો હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સંસ્થાના ડો. ડોડીયા દ્વારા કરવામા આવ્યુ હતુ. સંસ્થાના આચાર્ય ડો. હર્ષદ રોહિત સાહેબે સર્વે મહેમાનોનો પરિચય આપ્યો હતો અને સર્વેને કાર્યક્રમ માટે આવકાર્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરિકે યુનિવર્સિટીના ડો. ચિરાગ દરજીએ પોતાના વ્યાખ્યાનમા વિક્સિત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રત્યેક યુવા ની ભુમિકા, યોગદાન, દેશ અને કાર્ય પ્રત્યેની સંવેદનશિલતા અને આત્મનિર્ભર ભારતની વાત કરી હતી. વિક્સિત ભારતના પડકારોનો સામનો કરવા કેવી રીતે સક્ષમ બનવુ તે અંગે વિવિધ ઉદાહરણો અને ઘટનાઓ દ્વારા વિદ્યાર્થિઓને પ્રોત્સાહિત કર્યા હતા. વ્યક્તિ વિકાસથી લઈ રાષ્ટ્રવિકાસની આ યાત્રામા એક આદર્શ નાગરિક તરિકે હુ રાષ્ટ્રને કેવી રિતે ઉપયોગી બનિશકુ ? તે અંગેની એક યાદી રજુ કરવામા આવી હતી. રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબે યુનિવર્સિટીને વિક્સિત ભારત મિશનની આ યાત્રામા ભારે જહેમત ઉઠાવવા બદલ યુનિવર્સિટીના કુલપતીશ્રી, કુલસચિવશ્રી અને અધ્યાપકોનો આભાર માન્યો હતો. વધુમા તેઓએ જણાવ્યુ હતુ કે આ કોઇ એક વ્યક્તીનુ અને એક વ્યક્તી માટેનુ કામ નથી જેમ ટિપે ટિપે સરોવર ભરાય તેમ આપણે સર્વેએ થોડુ થોડુ યોગદાન આપવાનુ છે.

કાર્યક્રમના અંતે સર્વે રાષ્ટ્રગીતમા જોડાયા હતા. સંસ્થાના આચાર્યા, શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓ પરિક્ષાની વ્યસ્તતામા પણ વિક્સિત ભારત માટે ઉત્સાહભેર જોડાયા તે બદલ સર્વેનો આભાર માન્યો હતો.