દેશના વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે જિલલા ભાજપ ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાભરમાં રક્તદાન કેમ્પો યોજી 1500થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. જ્યારે વઢવાણ આનંદ ભુવન માં સમુહ 75 કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપી વડાપ્રધાનના સારાસ્વાસ્થય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાઇ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મ દિવસ નિમિતે દેશભરમાં ઉજવણી સાથે સેવાકાર્યોનું ભાજપ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાભરમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણાના માર્ગદર્શનમાં રક્તદાન કેમ્પોનું આયોજન કરાયું હતું. સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ ઇંગ્લિશ સ્કૂલમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લાભરમાં અનેક લોકોએ રક્તદાન કરતા 1500થી વધુ રક્તની બોટલ એકત્ર કરી જરૂરિયાતમંદો માટે અર્પણ કરાઇ હતી.સુરેન્દ્રનગર શહેર ભાજપ સંગઠન તથા શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચંદ્રેશભાઇ માકાસણા દ્વારા આનંદભુવન ખાતે 75 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, જિલ્લા મહામંત્રી જયેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધીરૂભાઈ સિંધવ, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય સહિતભાજપ આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સારું સ્વાસ્થય મળે અને દીર્ઘાયુ મેળવવા સાથે દેશને વિશ્વગુરુ બનાવવા ક્ષમતા પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ આયોજન સફળ બનાવવા ભાજપ આગેવાનો અને કાર્યકરોએ પ્રયાસ કર્યા હતા.