પટેલ પરિવારની દીકરી મયુરીની સગાઈ સમયે રાઠોડબાપુ એ રાખેલી દરબારી રીતરિવાજ મુજબની શરતો
રાઠોડબાપુ એ જણાવ્યું હતું કે દીકરી મયુરીબાબેનની સગાઈ ભલગામના પટેલ સમાજના યુવાન સાથે જ કરવામાં આવી હતી. પરંતુ સગાઈ સમયે જ શરત રાખવામાં આવી હતી કૅ!
તે સગાઈ બાદકાઠી સમાજના રીત રિવાજ મુજબ જમાઈ દીકરીને મળવા આવી શકછે નહી અને દીકરી સાથે લગ્ન ના થાય ત્યાં સુધી મોબાઈલ ફોનમાં પણ વાત કરી શકછે નહીં તેમ સ્પષ્ટ પણે ચોખવટ કરવામાં આવી હતી.
જ્યારે લગ્ન પણ કાઠી સમાજના રીત રસમો અને રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા જેમાં લગ્ન મંડપમાં માત્ર વરરાજા અને અણવર સિવાય કોઈ પુરુષ આવી શકશે નહીં.
સામે વરપક્ષના ભલગામના પટેલ પરિવારે પણ દીકરી મયુરીબાબેન ની સગાઈ વખતે રાઠોડબાપુએ કરેલી શરતોને પાળી બતાવી હતી.
પટેલ પરિવારની દીકરીબાબેન મયુરીબેનના લગ્ન નો ઇતિહાસ
બિલખા ગામે રહેતા રાઠોડબાપુ વાલેરાબાપુ બોધરા પૂર્વ જિલ્લા પંચાયત જૂનાગઢ બાંધકામ સમિતિના ચેરમેન (કાઠી દરબાર)ના જણાવ્યા મુજબ
તેમના ઘરની બિલકુલ નજીકમાં પટેલ સમાજના લક્ષ્મણભાઈ ગોબરભાઇ રૈયાણી કે જેઓનું વર્ષો પહેલા મારા ઘરની બાજુમાં જ જૂનું એક ઓરડી વાળું મકાન હતું.
જેઓ લક્ષમણભાઈ નો પરિવાર પહેલા સુરત ખાતે રહેતા હતા. અને ત્યાં પોતાનો સારો એવો બિઝનેસ કરતા હતા. પરંતુ આ પરિવાર ઉપર કુદરત રૂઠ્યો હોય કૅ કુદરતની કફા મરજી કહો તેમ સુરતમાં વર્ષો પહેલા હોનારત આવેલ,
અને અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે લક્ષ્મણભાઈની તમામ માલ મિલકત પાણીમાં ડૂબીગઇ લક્ષમણભાઈ ને ભારે નુકશાન વેઠવું પડેલ જેથી લક્ષ્મણભાઈ એ પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી હતી.
જેથી તેમના પરિવાર જનોમાં તેઓના ધર્મપત્ની, બે દીકરા અને એક દીકરી નામે મયુરીબાબેનને લઈને વતન બીલખા મુકામે રહેવા પાછા આવી ગયેલ.
ત્યારે તેમના મકાનમાં લાઈટ પણ ન હતી જેથી તેમને કાઠી દરબાર રાઠોડ બાપુ એ થોડી મદદ કરી મકાન વ્યવસ્થિત કરી આપેલ હતું.એ સમયે લક્ષમણભાઈ પટેલ પરિવારના સંતાનો અને રાઠોડબાપુ કાઠી દરબારના બાળકો એક સાથે રમતા હતા.
ત્યારે આ દીકરીબાબેન મયુરીબેન માત્ર ચાર વર્ષની હતી. તેમને જોતા રાઠોડબાપુને લાગ્યું કે તેમના પિતા માનસિક બીમાર અને કામ ધંધો પણ કરી શકતા ન હતા.
તેમના મમ્મી ધર કામ અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે આ ગરીબ પરિસ્થિતિમાં દીકરીની પરવરીશ સરખી થઈ શકે તેમ ન હોય.
તેથી રાઠોડબાપુ એ પોતાના ઘરે પરિવાર ને આ દીકરીબાબેન મયુરીબેન વિશે વાત કરી અને રાઠોડબાપુને ઘર પરિવારની સંમતિ મળતા
પોતાના ઘર નજીક માં રહેતા પટેલ લક્ષ્મણભાઈ ગોબરભાઇ રૈયાણી ની ચાર વર્ષની દીકરી મયુરીબાબેનને પોતાની જીભની માનેલી દીકરી માની પોતાના ઘરે રાખી હતી.
અને જીભની માનેલ પટેલની દીકરીને પોતાની જ સગી દીકરીની જેમ કાઠી સમાજના રીત રિવાજ મુજબ લાડકોડ થી ઉછેર કરવામાં આવ્યો હતો.
અને દીકરી મયુરીબાબેન નો ઉછેર રાઠોડબાપુના ઘર આંગણે થતો હતો અને દીકરી મયુરી મોટી થતી હતી.અને મયુરી દીકરી જેમ દૂધમાં સાકર ભળે તેમ કાઠી પરિવાર સાથે ભળી ગઈ હતી.
સમયના વહેણને વહેતા વાર નથી લાગતી એમ જોત જોતામાં વર્ષો પછી વર્ષો વીતતા આ દીકરીબાબેન મયુરી ઉંમર લાયક થતાં.
તેમની સગાઈ ભલગામમાં રહેતા પટેલ સમાજના ભીખુભાઇ રાજાભાઈ ગોધાણીના સુપુત્ર ઋષિત ગોધાણી સાથે કરવામાં આવી હતી
તારીખ સાત મેં ને રવીવારના રોજ રાઠોડબાપુની જીભની માનેલી પટેલ પરિવારની દીકરી મયુરીબાબેનના લગ્ન ધામધૂમ પૂર્વક યોજાયા હતા. જે લગ્ન કાઠી સમાજના રીત રિવાજ મુજબ રાઠોડબાપુ પરિવાર દ્વારા યોજવામાં આવ્યા હતા.
જ્યારે પટેલ સમાજમાં થી ભલગામ ગોધાણી પરિવારની જાન આવી ત્યારે કાંઠી પરિવાર દ્વારા રજવાડી રીત રિવાજ મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અને દીકરી મયુરીના લગ્ન પટેલ સમાજમાં જ પરંતુ કાઠી સમાજના રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા.
આ દીકરીબેન મયુરીના લગ્ન વિશે રાઠોડબાપુ એ શું કહ્યું?
જ્યારે મારી બે સગી દીકરીઓના લગ્ન થયા ત્યારે અમારી પરિસ્થિતિ આજના જેવી ન હતી જેથી મારી બંને સગી દીકરીબાબેનો ના લગ્ન સાદાયથી કર્યા હતા.
આજે આ દીકરી મયુરીને જેટલો કરિયાવર આપીએ છીએ તેટલો કરિયાવર ત્યારે તે સમયે મારી સગી બંને દીકરીઓને આપી શક્યો ન હતો.
આમ બીલખાના કાઠી ક્ષત્રિય એવા દરબાર રાઠોડબાપુ વાલેરાબાપુ બોઘરા એ પોતે આપેલ વચન આજે દીકરી મુયુરીને તેનાજ પટેલ પરિવાર સાથે રંગે ચંગે ધામ ધૂમ પૂર્વક વાજતે ગાજતે પરણાવી દરબારી રીત રિવાજ મુજબ દાયજો (કરિયાવર)આપી વિદાઈ કરી મયુરી દીકરીને સાસરે વળાવી પોતે બોલેલા બોલનો તોલ કરી કાઠી સમાજને સાજે તેવું રૂડું કન્યાદાન કરી પુણ્યના ભાગીદાર બન્યા હતા.
રિપોર્ટર. લેખન. આલેખ. ભરતભાઈ ખુમાણ અમરેલી.