વિદેશમાં અભ્યાસર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ માટે વડોદરામાં એજ્યુકેશન ફેર 2023 નું આયોજન

ભારતીય વિધાર્થીઓ માટે વિદેશ અભ્યાસ કરવા જવાનું સપનું ખૂબ જ સરળ બની રહ્યું છે તેવા સમયમાં વડોદરા ખાતે આગામી ૭ મે ૨૦૨૩ ના રોજ એક ખાસ કાર્યક્રમ અંતર્ગત શહેરનો સૌથી મોટો ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા ખાતે છેલ્લા 25 વર્ષથી કાર્યરત કે.સી. ઓવરસીઝ એજ્યુકેશન દ્વારા આ પ્રકારના ખાસ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન શહેરની સયાજી હોટલ ખાતે કરવામાં આવી રહ્યું છે જેમાં વિદેશમાં અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને એક જ સ્થળ પર અમેરિકા, કેનેડા, યુ.કે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અન્ય યુરોપિયન દેશોમાં અભ્યાસ માટેની માહિતી મળી રહે તેવા સુંદર પ્રયાસ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ના આયોજનમાં જુદા જુદા 8 દેશોની યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટિવ સાથે ઇચ્છુક વિદ્યાર્થીઓ મુલાકાત કરી યુનિવર્સિટી, કોલેજ, કોર્સ, ફી સાથે જ રહેવાની વ્યવસ્થાઓ અને 100% સુધીની એપ્લિકેશન ફી વેવર તથા અલગ અલગ સ્કોલરશીપ પ્રોગ્રામની પણ માહિતી પણ મળી રહેશે. આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 માં ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી અને વિદ્યાર્થીઓને પોતાના સર્ટિફિકેટ સાથે આવવા માટે સૂચન આપવામાં આવી રહ્યું છે. 

9328220820 આ નંબર પર ફક્ત રજિસ્ટ્રેશન કરીને કોઈપણ વિદ્યાર્થીઓ આ ફેરમાં ભાગ લઈ શકે છે. 

તો આપના બાળકો ના ઉચ્ચ અભ્યાસ માટે અને વિદ્યાર્થીઓ કે જે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમને ખાસ આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ના આયોજનમાં ભાગ લેવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.