વડોદરામાં ગત મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યાના અરસમાં એમ એસ યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસના કમ્પાઉન્ડમાં આવેલ વિશાળ ચંદનનું ઝાડ ચંદન ચોર દ્વારા કપાયુ હતુ. હાજર સિક્યોરિટીએ લાકડુ કપાયાનો અવાજ સંભળાતા તેણે સીસોટી વગાડતા તસ્કરો લાકડુ છોડી નાસી છુટયા હતા.સવારે યુનિવર્સિટી ની સિક્યોરિટી ની આબરૂ અને કોન્ટેક્ટ નો સવાલ હોય બધુ સગેવગે કરી દેવામા આવ્યુ હોય તેમ જણાઈ આવ્યુ હતુ. આ અંગે વધુ તપાસવા સત્યડે ટીમ સ્થળ પર પહોચી હતી જ્યા આજે કપાયેલ ઝાડથી ૨૦ ફૂટના અંતરે સિક્યોરિટી જવાન ફરજ ઉપર નજરે પડેલ હતો.ગેસ્ટ હાઉસના ઈન્ચાર્જ ની તપાસ કરતામા હાજર ક્લાર્કે જણાવ્યુ હતુ કે રાત્રે તો માત્ર સહાયક જ હોય છે.

હાજર સિક્યોરિટી ને નાઈટસિપમાં ફરજ બજાવનાર ધર્મેન્દ્રસિંહનો ફોન નંબર ખબર નથી તેમ જણાવ્યુ હતુ.સિક્યોરિટી મેઈન ઓફિસર પી પી કિનાણીનો ફોન નંબર બંધ આવતો હતો.આ અંગે વધુ માહિતી માટે સિક્યોરિટી મેઈન ઓફિસ પર તપાસ કરતા કોઈ યોગ્ય ઉત્તર મળ્યુ ન હતો હાજર કર્મચારી ઓ મોબાઈલ માં ગેમ રમવામાં વ્યસ્ત હતા.

સુપરવાઈઝર પાઠકનો નંબર આપવા માટે અધિકારીઓ ખો ખો કરાતા હતા.કપાયેલ લાકડુ બતાવવા કોઈ તૈયાર ન હતુ .પી આર ઓ સાહેબ હાજર ન હતા તેમનો નંબર પણ ક્યાંય લખેલ ન હતો.વધુમાં સયાજીગંજ પોલીસ મથકે પણ કોઈ ફરિયાદ નોધાયેલ નથી..સમગ્ર મામલે યુનિવર્સિટી સત્તાધિશોનુ શું વલણ છે.શું તેઓ આ મામલાથી અજાણ છે ? સિક્યોરિટી ની શુ ફરજ છે ? વડોદરા ની શાન સમાન ગણાતી એમ એસ યુનિવર્સિટી માં પુષ્પા ગેંગ સાથે સિક્યોરિટી શેખાવતની ભુમિકા મા તો નથી ને ? તેવા અનેક પ્રશ્ર ઉઠી રહ્યા છે