દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે ઉપર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આજે ફરી એક વખત દાહોદ ગરબાડા હાઇવે ઉપર ટ્રક અને સરકારી એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રક અને એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બસમા મુસાફરી કરતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ ગરબાડા હાઇવે ઉપર ટ્રક અને સરકારી એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રક અને એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બસમા મુસાફરી કરતા મુસાફરોનો આબાદ બચાવ થયો છે.દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે ઉપર આજે સવારે, મોટી ખરજ નજીક પુલ ઉપર દાહોદ તરફ જતી ટ્રક ચાલકે ટ્રક ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી સામેથી દાહોદ તરફથી આવતી દાહોદથી અલીરાજપુર જતી સરકારી એસટી બસને અડફેટમાં લઈ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોક ટોળા ભેગા થઈ ગયા હતા, અને આ અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમા એસ ટી બસમા મુસાફરી કરતા મુસાફરો ને કોઈ ઈજા ન થતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સરકારી એસ ટી બસને નુકશાન થવા પામ્યું છે.