ભાગવી જમીનમાં પાણી બગાડવા મુદે થયેલ માથાકુટમાં વૃધ્ધનું મૃત્યુ થયું હતુ
ખાંભાના માલકનેશ ગામે થયેલ હત્યામાં આરોપીને કોર્ટે ૬ વર્ષની સજા ફટકારી
અધિક સેશન્સ જજ કમલેશભાઇ પટેલે અધિક જિલ્લા સરકારી વકીલ વિકાસ વડેરાની દલીલો ગ્રાહય રાખી
ખાંભાના માલકનેશ ગામે ભાગવી જમીનમાં પાણીના બગાડપ્રશ્ને થયેલી માથાકુટમાં મારામારી થયેલ જેમાં ઘવાયેલા વૃધ્ધનું મૃત્યુ થતા આકેસમાં કોર્ટે આરોપીને ૬ વર્ષની સજા ફટકારી હતી.
આ કેસની વિગેતો એવા પ્રકારનીછે કેતા.૫-૧૧-૨૦૧૮નારોજ ખાંભાના જુના માલકનેશ ગામના ધીરૂભાઇ નરશીભાઇ કળસરીયાએ માલકનેશ ગામના ગોબર ભીમ ઉર્ફે ભીમા જાદવ બાબુ ભીમ, ભીમબાવ અને ઘુઘા સોમાત સામે ફરિયાદ નોંધાવી હતી કે ભાગવી જમીનમાં પાણીના બગાડ પ્રશ્ન તેમના પુત્ર અજય અને મોટાભાઇ વાલજીભાઇ નરશીભાઇ કળ સરીયા ઉપર હુમલો કરતા બંનેને ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન વાલજીભાઇનું મૃત્યુ થયુ હતુ. પોલીસે જે તે વખતે હત્યાનો પ્રયાસ અને પછી હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.
આ કેસ ધારીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ વિકાસ વડેરાની દલીલોને માન્ય રાખી જજ કમલેશભાઇ પટેલે આરોપી ગોબર ભીમ ઉર્ફેભીમા જાદવને આઇ.પી.સી. ૩૦૪(૨) માં કસુરવાન ઠેરવી ૬ વર્ષની સજા અને ફરિયાદીને ૧૦ હજારનું વળતર આપવા આદેશ કર્યો હતો.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.