એકતા એન્ટરપ્રાઈઝ ઝેરડા દ્રારા જલારામ મંદિર ડીસા ખાતે પક્ષીઓ માટે 200 પાણીનાં કુંડાંનું વિનામૂલ્યે કરાયેલ વિતરણ..
સનાતન હિંદુ સમાજમાં જીવદયાની ભાવના ખૂબ જ પ્રબળ છે અને તેથી જ ગમે તેવી ઝંઝાવતો વચ્ચે એ અડીખમ ટકી રહ્યો છે.ઉનાળાની સિઝન આવતાં જ સૌ પશુપક્ષીઓ તેમજ તરસ્યા માણસો માટે વિવિધ વ્યવસ્થા કરી રહેલ છે.ઉત્તર ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત તીર્થધામ,સેવાધામ એવા ડીસા જલારામ મંદિર ખાતે પાણીની પરબ તેમજ દર ગુરૂવારે છાસ કેન્દ્ર ચાલુ છે.
એકતા એન્ટરપ્રાઈઝ ઝેરડાના માટીકામ સાધનોના ગૌરવશાળી કારીગર સલુભાઈ સુમરા દ્રારા જલારામ મંદિર ડીસાના સહકારથી 200 પાણીનાં કુંડાં વિનામૂલ્યે વિતરણ કરાતાં આનંદની લાગણી પ્રસરી હતી.આ શુભ અવસરે કલા સૃષ્ટિ ફાઉન્ડેશનના સેવાભાવી પ્રમુખ ચંદુભાઈ એટીડી દ્રારા બનાવવામાં આવેલ "દીકરી દેવો ભવ" મોમેન્ટો તેમજ સાલ ઓઢાડીને સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,હસમુખભાઇ ચૌહાણ, કેશવલાલ ચાવડા,દીલીપભાઈ બારોટ, ભગીરથભાઈ સુથાર,ઈશ્ર્વરભાઈ રાવળ, ચંદુભાઈ એટીડી વિગેરેએ સલુભાઈ સુમરાનું સન્માન કરી અભિનંદન આપ્યા હતા.