ચંદીગઢની એક કોર્ટે મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુને એક ફિલ્મ પ્રમોશન વિવાદ સંબંધિત અભિનેત્રી ઉપાસના સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં નોટિસ પાઠવી છે. સિવિલ જજ જૂનિયર ડિવીઝનની એક અદાલતે હરનાઝ કૌર સંધુને 7 સપ્ટેમ્બર 2022 સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉપાસના સિંહ 'ધ કપિલ શર્મા શો'માં બુઆ'ની ભૂમિકા માટે પ્રખ્યાત છે. ઉપાસના સિંહે 4 ઓગસ્ટના રોજ હરનાઝ કૌર સંધુ સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો, જેમાં હરનાઝ કૌર સંધુને કથિત રૂપે કરારનો ભંગ કરવા અને તેમની વચ્ચેના કરારની શરતોમાં તેમની જવાબદારીઓનું પાલન ન કરવા બદલ 1 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું હતું. નુકસાનીનો દાવો કર્યો હતો.
શું છે મામલો?
ઉપાસના સિંહે કહ્યું કે, તેમણે હરનાઝ સંધુને પોતાના બેનર સંતોષ એન્ટરટેનમેન્ટ સ્ટૂડિયો એલએપી હેઠળ વર્ષ 2020માં એક પંજાબી ફિચર ફિલ્મ 'બાઈ જી કુટ્ટંગે'માં મુખ્ય કલાકાર તરીકે સાઈન કરી હતી. ઉપાસનાએ દાવો કર્યો હતો કે, 13 ડિસેમ્બર, 2020 ના રોજ હસ્તાક્ષર કરાયેલ કરાર દ્વારા તે ખાસ કરીને બંને પક્ષો વચ્ચે સંમત થયા હતા કે, તે ફિલ્મ પ્રમોશનની પ્રમોશનલ પ્રવૃત્તિઓ દરમિયાન વર્ચ્યુઅલી પોતાને હાજર રાખશે.
મિસ યુનિવર્સ બન્યા પછી વર્તન બદલાઈ ગયું
ઉપાસનાએ આરોપ લગાવ્યો કે, હરનાઝને મિસ યૂનિવર્સ 2021નો ખિતાબ મળ્યા બાદ અને વૈશ્વિક ઓળખ મળ્યા બાદ તેનું વર્તન બદલાઈ ગયું હતું. તેણે આરોપ લગાવ્યો કે, હરનાઝ સંધુએ પ્રોડક્શન હાઉસ તેમજ અન્ય તમામ સંબંધિત હિતધારકો દ્વારા કરવામાં આવેલા તમામ સંદેશાવ્યવહારની સંપૂર્ણ અવગણના કરી હતી. તેણે એક પણ મેસેજ કે તેને મોકલેલા કોઈપણ ઈ-મેઈલનો જવાબ આપ્યો ન હતો. ઉપાસના કહે છે કે, મિસ યુનિવર્સ તરફથી આવા વર્તનને પરિણામે ફિલ્મે તેના ડિસ્ટ્રીબ્યુટર્સ ગુમાવી દીધા છે તેની રીલિઝ ડેટ સાથે કરાર કરવામાં આવ્યો અનેઆખરે રિલીઝ ડેટ 27 મે 2022 થી 19 ઓગસ્ટ સુધી સ્થગિત રાખવામાં આવી છે.