નસવાડી તાલુકના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નાની ઝડૂલી ગામના યુવક ને તેના પરિવાર ભલે આર્થિક સંકટ માં હોવા છતાં પરિવાર ના મકન ભીલ નામના યુવક ને બી. એ સુધી બનાવ્યો . ગ્રેજ્યુએટ થયેલ આ યુવક ને માં બાપે ભણાવ્યો છતાં નોકરી ના મળતા આજે યુવક અફસોસ કરી રહ્યો છે. સાથો સાથ નસવાડી તાલુકા ના અંતરિયાળ વિસ્તાર માં ધંધા રોજગાર માટે ના કોઈ પણ સ્ત્રોત નથી . બેરોજગાર યુવક માટે પણ રોજગારી નો એક સવાલ હતો. મકન ભીલ પાસે પૈસા પણ ના હતા કે તે કોઈ નાની દુકાન પણ કરી શકે . સસ્તા માં અને ઓછી મૂડી રોકાણ વાળો એક ધંધો સુજ્યો અને એ હતો સલૂન નો પણ દુકાન બનાવવા ના પણ પૈસા ના હોય તેને વિચાર આવ્યોકે ગામ માં સૌચાલય બે વર્ષ થી બંધ છે . પુર્ણ સુવિધા ના હોય ગામ લોકો તેનો ઉપયોગ કરતા નથી .જેથી આ સૌચાલય નો ટેમ્પરરી ઉપયોગ કરી સલૂન ચાલુ કરે . બે વર્ષ થી બંધ પડેલા સૌચલય શરૂ કરી થોડા પૈસા કમાઈ અને પરિવાર નું ગુજરાન ચલાવે અને જે કાંઈ બચે તેના દ્વારા દુકાન ની વ્યવસ્થા કરશે તેવી પણ ઈચ્છા રાખી રહ્યો છે .

આમ તો મકન ભીલ જે ગામ માં રહે છે તે ગામ અતિ અંતરિયાળ વિસ્તાર છે. પહેલા ના સમયે અહી ના આદિવાસી ઓ પોતાના બાળકો ને ખાસ શિક્ષણ આપવતા ના હતા હવે જયારે શિક્ષણ માટે જાગૃતિ આવી છે ત્યારે મકન ભીલ જેવા ગરીબ યુવક શિક્ષણ તો મેળવ્યું અને ગ્રજ્યુએટ પણ થયા પણ નોકરી ન મળતા છેલ્લે ગમે તેવી રીતે પોતાની આજીવિકા મેળવી રહ્યો છે .

નસવાડી તાલુકા ના અંતરિયાળ વિસ્તાર માં અનેક એવા યુવકો છે જે ગ્રેજ્યુએટ થયા પછી પણ બેકાર છે સરકાર રોજગીરી ની વાતો તોં કરે છે પણ અહી કેટલાક યુવકો બેકાર હોય પરિવાર ના ગુજરાન ચળવવા માટે જજુમી રહ્યા છે .

અંતરિયાળ વિસ્તાર ના બેરોજગાર યુવકો માટે સરકાર રોજગારી ની તકો ઊભી કરે તે પણ જરૂરી છે .