ફરિયાદ: પાલનપુરના ચંડીસરમાં જમીનના અવેજ પેટે રૂ. 40.20 લાખ લઈ દસ્તાવેજ ન કર્યો
પાલનપુરના ગણેશપુરામાં રહેતા માધાભાઈ કાનજીભાઈ પટેલ (ખોલવાડિયા)ને તેમના ઓળખીતા વ્યક્તિ અને અન્ય એક વ્યક્તિએ ચંડીસર ગામની સર્વે નંબર 140ની જમીન પૈકીની 1 તથા 2ની વેચાણથી રાખી હોવાનું અને તેમને તાત્કાલિક પૈસાની જરૂર હોવાથી આ જમીન વેચવી હતી.પરંતુ જમીનના રેકર્ડમાં સગીરના નામ હોવાથી તાત્કાલિક વેચાતી ન હોવાનું જણાવી ટાઇટલ ક્લિયર કરી આપવાનું કહ્યું હતું.જેમાં માધાભાઈ લાલચમાં આવી ગયા હતા અને આ એક વિઘા જમીન રૂપિયા 21 લાખમાં રાખવાનું નક્કી થયું હતું.
જેમાં જુદા જુદા સમયે જમીનના મૂળ માલિક અને શખ્સોને રૂ.40,20,000 આપ્યા હતા.પરંતુ આ લોકોએ જમીનના અવેજ પેટે આપેલા રૂપિયાનો પાક્કો વેચાણ કરાર ખત નહિ કરી આપી તેમજ રૂપિયા પરત નહિ આપતા છેતરપીંડી થયા બાબતે માધાભાઈ કાનજીભાઈ પટેલે પાલનપુર તાલુકાના કોટડા(ભાખર)ના સંગ્રામસિંહ બી.ધુંખ, સોનાજી ખેમાજી ઠાકોર રહે.વાઘરોળ તા.પાલનપુર. અમરસિંગ કરસનજી કોળી ઢુંઢીયાવાડી પાલનપુર, પ્રકાશજી કરસનજી કોળી રહે.બેચરપુરા પાલનપુર, દિવાળીબેન કરસનજી કોળી ચંડીસર તા.પાલનપુર, મહેશજી નટવરજી કોળી રહે.ચંડીસર તા.પાલનપુર, તારાબેન રમેશજી કોળી રહે.બેચરપુરા પાલનપુર, સીતાબેન નટવરજી કોળી રહે.ચંડીસર તા.પાલનપુર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.