મે.શ્રી અશોક કુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતીઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય,જે અન્વયે મેં શ્રી હિમકરસિહ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી,અમરેલી નાઓ તથા શ્રી કે. જે.ચૌધરી સાહેબ ના.પો.અધિ.શ્રી સાવરકુંડલા વિભાગ નાઓ દ્રારા દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતીઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા જણાવેલ હોય, તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે શ્રી જે.જે.ચૌધરી પો.ઇન્સ . જાફરાબાદ મરીન પોલીસ નાઓ દ્રારા જાફરાબાદ તાલુકાના રોહીસા ગામેથી કુલ રૂ .૧૧,૦૯૦/-ના મુદ્દામાલ સાથે ૬- આરોપીઓને જાહેરમાં જુગાર રમતા પકડી પાડેલ રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ (૧) બિજલભાઇ ધીરૂભાઇ સાંખટ ઉ.વ-૨૪,ધંધો-હિરાઘસુ, રહે.રોહીસા, તા.જાફરાબાદ, જી.અમરેલી,(૨) ભુપતભાઇ ધીરૂભાઇ સાંખટ,ઉં.વ.-૩૮ ધંધો-ડ્રાઇવીંગ, રહે.રોહીસા, તા.જાફરાબાદ, જી.અમરેલી,(૩) બાબુભાઇ નાનુભાઇ રાઠોડ ઉ.વ.૫૦, ધંધો.ખેતી,રહે.રોહીસા, તા.જાફરાબાદ, જી. અમરેલી,(૪) ઘેલાભાઇ બચુભાઇ સાંખટ ઉ.વ.૪૫, ધંધો.ખેતી,રહે.રોહીસા,તા.જાફરાબાદ, જી.અમરેલી, (૫) વાલાભાઇ ઉકાભાઇ ચૌહાણ ઉ.વ.૬૨,ધંધો.ખેતી,રહે.રોહીસા, તા.જાફરાબાદ,જી.અમરેલી,(૬) મોહનભાઇ નારણભાઇ સાંખટ, ઉ.વ.૪૮, ધંધો.મજુરી, રે.રોહીસા, તા.જાફરાબાદ, જી. અમરેલી. ગુન્હાની વિગત આ કામની હકિકત એવી છે કે , આ કામના આરોપીઓએ રોહીસા ગામે પ્લોટ વિસ્તારમાં બાપાસીતારામના ઓટા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમી કુલ રોકડા રૂ.૧૧,૦૯૦/-તથા ગંજીપતાના પાના નંગ.૫ર કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ .૧૧,૦૯૦/-ના જુગાર લગત મુદામાલ સાથે પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તથા ના.પો.અધિ શ્રી સાવરકુંડલા કે.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.જે.ચૌધરી પો.ઇન્સ . તથા અના.એ.એસ.આઇ એમ.કે.પીડીયા તથા પો.કોન્સ . અજયભાઇ વાઘેલા તથા વિજયભાઇ બારૈયા તથા વિક્રમભાઇ ભુકણ તથા મહેશભાઇ શીયાળ તથા જાફરાબાદ મરીન પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.