મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના અમઝેરા પો.સ્ટે.ના સગીરાના અપહરણના ગુન્હાના આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી લાઠી પોલીસ ટીમ

અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ શરીર સબંધી તથા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે. વિસ્તારમા સઘન પેટ્રોલીંગ રહીને આરોપીઓ શોધી કાઢવા 

લાઠી ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના અમઝેરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૮૭/૨૦૨૩ IPC કલમ ૩૬૩ મુજબના ગુનાના કામનો આરોપી તથા ભોગબનનાર વાડી વિસ્તારમા છુપાયેલ છે

 જેથી બાતમી વાળી જગ્યાએ જઈ આરોપીની પુછપરછ કરતા પોતે ભોગબનનારને લઈ આવેલ હોય જેથી આરોપીને પકડી લઈ CRPC કલમ ૪૧(૧)(આઇ) મુજબ હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી થવા અમઝેરા પોલીસ (એમ.પી.)ને જાણ કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત

ડોન્ગરસીંગ ઉર્ફે મનોજ ભેરૂભાઇ આંબલા ઉ.વ. ૩૫, ધંધો.મજુરી, રહે.ચોટીયા, બાલોદ, તા.સરદારપુર, જી.ધાર, (એમ.પી.)

આ કામગીરી લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એચ.જે.બરવાડીયા તથા અના એ.એસ.આઈ. અશોકસિંહ એમ. કાછેલા તથા હેડ કોન્સ. હસમુખભાઈ એન. ખુમાણ તથા પો.કોન્સ સુનિલભાઇ એચ. રાઠોડ તથા વુ.હેડ.કોન્સ. દયાબેન એચ. આદશ્રા દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.