પાવીજેતપુર પંથક માં સાંજના સમયે વાવાઝોડું ફુકાતા વૃક્ષો ધરાશાયી
પાવીજેતપુર પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવી વાવાઝોડું ફૂંકાતા પાવીજેતપુર નજીક રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થઈ જવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હોય પાવીજેતપુર પંથકમાં સાંજે 5:30 વાગ્યાના અરસામાં વાતાવરણમાં વધુ પલટો આવી જઇ, એકાએક પવનના સુસ્વાટા ચાલુ થઇ વાવાઝોડું ફૂકાતા પાવીજેતપુરના મોટી રાસલી પાસે એક વૃક્ષ રોડ ઉપર ધરાશાયી થઈ જવા પામ્યું હતું. અડધા રોડ ઉપર વૃક્ષ પડેલું હોય તેથી એક બાજુ નો રસ્તો ચાલુ રહેવાથી ટ્રાફિકજામ થયો ન હતો પરંતુ અંધારું થઈ રહ્યું હોવાના કારણે અકસ્માતનો ભય જનતાને સતાવતો હતો.
આમ, પાવીજેતપુર પંથકમાં સાંજના સમયે વાવાઝોડું ફૂંકાતા પાવીજેતપુર થી બોડેલી તરફ જતા રસ્તા ઉપર મોટી રાસલી પાસે વૃક્ષ ધરાશય થઈ જવા પામ્યું હતું.