પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો
108 દ્વારા ઈમરજન્સી કેસ કરવામાં આવેલ ગઈકાલે તારીખ 2 5 ના રોજ વીજપડી 108 એમ્બ્યુલન્સ માં ઇએમટી તરીકે ફરજ બજાવતા વાલજીભાઈ તેમજ રફિકભાઈ હતા તે દરમિયાન કેસ આવેલ એકસીડન્ટ નો કેસ આવતા તુરંત ફરજ પરના બંને કર્મચારી દ્વારા વીજપડી મહુવા રોડ ઉપર આવેલ નાના આસરાણા ગામ પાસે દુધાળા ગામના એક રહેવાસી અશોકભાઈ માધાભાઈ જોલિયા ઉંમર વર્ષ 35 જેનું બાઈક સ્લીપ થતા તેઓ બેભાન થઈ ગયેલ
તેમજ તેમની પાસે રહેલ રોકડ રકમ 14000 તેમજ 20 હજારનો મોબાઈલ ફોન સાથે ઓરીજનલ તમામ ડોક્યુમેન્ટ જેવો તેમના સગા સંબંધી આવે ત્યારે તેમને પરત કરેલ કેવી રીતે આ બંને કર્મચારી દ્વારા સેવાનું કાર્ય તેમજ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ વીજપડી 108 ટીમ દ્વારા
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા