બગસરા પોલીસ સ્ટેશનના ધમકી તેમજ એટ્રોસીટી એક્ટના ગુન્હાના આરોપીને અગ્નીશસ્ત્ર સાથે પકડી પાડતી બગસરા પોલીસ ટીમ તથા એસ.સી.એસ.ટી.ટીમ અમરેલી
ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં શરીર સંબંધી ગુન્હોઓના આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય,
જે અન્વયે હિમકરસિંહ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા શરીર સંબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ અને જરૂરી સુચના આપેલ હોય,
જે અન્વયે જે પી.ભંડારી ઇન્ચાર્જ ના.પો.અધિ . એસ.સી.એસ.ટી. સેલ - અમરેલી તેમજ ડી.વી.પ્રસાદ પો.ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા તા .૨૫ / ૧૨ / ૨૦૨૨ બગસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં -૧૧૧૯૩૦૦૯૨૨૦૬૪૦ / ૨૦૨૨ IPC કલમ ૪૫૨,૫૦૬ ( ૨ ) તથા એટ્રોસીટી એકટ ક . ૩ ( ૧ ) ( આર ) , ૩ ( ર ) ( ૫ ) ( એ ) ગુન્હો રજી થયેલ હોય,
સદરહુ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી જોરૂભાઇ વલકુભાઇ બસીયા જાતે કાઠીદરબાર,ઉ.વ .૪ર,ધંધો - ખેતી, રહે.ખીજડીયા, તા.બગસરા, જી.અમરેલી વાળાને બાતમી રાહે પકડી પાડવામા સફળતા મળેલ છે.
અને આરોપી એ ગુન્હો કરતી વખતે ઉપયોગમાં લીધેલ હથિયાર યુકતિ પ્રયુકતિથી પુછપરછ કરી આરોપી પાસે રહેલ દેશી તમંચો ( અગ્નિશસ્ત્ર ) તથા જીવતા કાર્ટીસ નંગ -૦૩ પણ મળી આવેલ જે ગુન્હાના કામે કબ્જે કરી આર્મ એકટ મુજબ કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી ;
જોરૂભાઇ વલકુભાઇ બસીયા જાતે ,ઉ.વ .૪ર, ધંધો - ખેતી રહે.ખીજડીયા, તા.બગસરા, જી.અમરેલી,
કબ્જે કરેલ મુદામાલ :
( ૧ ) એક દેશી તમંચો ( અગ્નિશસ્ત્ર ) ( ૨ ) જીવતા કાર્ટીસ નંગ -૦૩
( ૩ ) તલવાર નંગ -૦૧
( ૪ ) મોટર સાયકલ નંગ -૧
આ કામગીરીમાં જે.પી.ભંડારી ઇન્ચાર્જ ના.પો.અધિ . એસ.સી.એસ.ટી. સેલ - અમરેલી તેમજ ડી.વી.પ્રસાદ પો.ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી