સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સૌકા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું હતુ. જેમાં રોકડા રૂ. 24.21 લાખ મળી કુલ રૂ. 28.77 લાખના મુદામાલ સાથે 38 જુગારીઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડોમાં મસમોટું જુગારધામ ઝડપાયુ હતુ. જેમાં કુલ 40 જુગારીઓ પર ગુન્હો નોંધવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.વી.ત્રિવેદી અને પીએસઆઇ વી.આર.જાડેજા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે જેમાં લીંબડી તાલુકાના સૌકા ગામના તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા, નવદીપસિંહ ગીરીરાજસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા સહિતના ત્રણેય શખ્સો સૌકા ગામની સીમમાં લીયાદના કાચા માર્ગે લીંબડીના સૌકા ગામના જ રાજપાલસિંહ વિક્રમસિંહ ઝાલાના પડતર ખેતરમાં પ્લાસ્ટિકના મીણીયાથી છત તેમજ સાઇડમાં પતરાની ઓરડી બનાવી બહારથી માણસો બોલાવી ગુદડી પાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.આથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ જગ્યા પર અચાનક દરોડો પાડી જુગારના અખાડામાં જુગાર રમતા 38 જુગારીઓને રોકડા રૂ. 24,21,000, મોબાઇલ નંગ- 8, કિંમત રૂ. 55,000, બે કાર કિંમત રૂ. 4,00,000 મળી કુલ રૂ. 28,77,000ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા તથા રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા હાજર નહીં મળી આવતા કુલ 40 જુગારીઓ સામે લીંબડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ વી.વી.ત્રિવેદી, પીએસઆઇ વી.આર.જાડેજા તથા એસઓજી પીએસઆઇ એમ.બી.પઢીયાર, નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, નિકુલસિંહ ભુપતસિંહ, રવિકુમાર રાણાભાઇ, જુવાનસિંહ મનુભા, ભુપેન્દ્રકુમાર જીણાભાઇ, હિતેષભાઇ જેસીંગભાઇ, પ્રતાપભાઇ ભુપતભાઇ, મહિપતસિંહ હેમંતસિંહ, હરદેવસિંહ જીલુભા, જયેન્દ્રસિંહ જેઠીભા, અનિરુદ્ધસિંહ સહિત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પેરોલ ર્ફ્લો સ્કોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাই বুধবাৰে (২১ জুন) ধুবুৰীত আন্তঃৰাষ্ট্ৰীয় যোগ দিৱস উদযাপনত অংশগ্ৰহণ কৰে।
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাই বুধবাৰে (২১ জুন) ধুবুৰীত আন্তঃৰাষ্ট্ৰীয় যোগ দিৱস উদযাপনত...
જિલ્લામાં ગણેશ ઉત્સવ નિમિતે કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ
જિલ્લામાં ગણેશ ઉત્સવ નિમિતે કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ
पोकरण विधायक प्रतापपुरी जी ने संस्कृत भाषा में शपथ ग्रहण की
पोकरण विधायक प्रतापपुरी जी ने संस्कृत भाषा में शपथ ग्रहण की
09 पुलिस थानों के 48 प्रकरणों में जब्तशुदा अवैध मादक पदार्थ स्मैक, डोडा चूरा, चरस व गांजा को पुलिस ने किया नष्ट।
जिला पुलिस अधीक्षक बून्दी ने बताया की जिले के पुलिस थानों के मालखाना एनडीपीएस एक्ट में जब्तशुदा...