હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા તલાટી મંડળ દ્વારા પોતાની પડતર માગ સાથે તિરંગા યાત્રા યોજી.....
શહેરની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતેથી આયોજિત તિરંગા યાત્રા માં મોટી સંખ્યામાં તલાટીઓ જોડાયા.....
ગુજરાત ભરના તલાટીઓની પડતર માંગો સરકાર દ્વારા નહીં સંતોષાતા સમગ્ર ગુજરાત નાં તલાટીઓ હાલમાં અચોક્કસ મુદતની હડતાળ પર છે જેને પાટણ જિલ્લાના તલાટી મંડળે પણ સમથૅન આપ્યું છે.
શનિવારના રોજ પાટણ જિલ્લા નાં તલાટી મંડળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ને માન આપીને વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતેથી પોતાની પડતર માંગણીઓ સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા માં પાટણ જિલ્લાના તલાટી ઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પાટણ જિલ્લામાં હડતાળ પર ઉતરેલા જિલ્લા નાં તલાટી મંડળ દ્વારા વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે થી
પોતાની માંગણીઓ સાથે આયોજિત કરવામાં આવેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ની તિરંગા યાત્રા માં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા તલાટી મંડળ નાં પ્રમુખ સતિષ જાદવે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જ્યાં સુધી અમારી પડતર માંગણીઓ સંતોષવામા નહીં આવે ત્યાં અમારી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે પરંતુ ડિઝાસ્ટર એકટ મુજબ ની કામગીરી તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.13 થી તા.15 ઓગસ્ટ દરમિયાન આયોજિત હર ઘર તિરંગા અભિયાન કામગીરી તલાટીઓ દ્વારા કરવામાં આવશે તેવું જણાવ્યું હતુ.