કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ નહિ: પાલનપુરના સાતસંચા,બારડપુરા સહિત વિસ્તારમાં પારાવાર ગંદકી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાલનપુર શહેરમાં પાલિકાની સફાઇના અભાવે વોર્ડ નંબર 3 અને 5 રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગટરના પાણી રસ્તા પર રેલાતાં લોકો પરેશાન થઇ ગયા છે અને રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે. 

પાલનપુરના વોર્ડ નંબર-3 માં આવેલા સાતસંચા વિસ્તારમાં જાહેર રોડ પર છેલ્લા 15 દિવસથી પાણીની પાઇપલાઇન લીકેજ થવાથી મોટા પ્રમાણમાં પાણી રોડ પર વહી રહ્યું છે. જેના કારણે રોડ પણ તૂટી જાય છે અને ગંદકી ફેલાવાથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. વોર્ડ નંબર-5માં પણ બારડપુરા પોલીસ ચોકીની પાછળના ભાગમાં રોડ તૂટી ગયો છે અને ગટરના પાણી રોડ પર આવવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોની માંગ છે કે પાલિકા તાત્કાલિક સમારકામ કરાવે. સેનીટેશનના ચેરમેન અમીબેન પટેલએ જણાવ્યું હતું કે, ‘તપાસ કરી સફાઈ કાર્ય હાથ ધરી લોકોની મુશ્કેલી દૂર કરાશે.