પ્રેરણાદાયી પહેલ: બનાસ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના પરિવારોને દત્તક લઈ નિરોગી બનાવવા સારસંભાળ રાખશે

ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના કોમ્યુનિટી મેડીસીન વિભાગ દ્વારા ફેમીલી એડોપ્સન પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ અને દ્વિતીય વર્ષના MBBS વિદ્યાથીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના પરિવારોને તબીબી સુવિધા પૂરી પાડવાની પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. જેમાં શિક્ષણની સાથોસાથ સામાજીક જવાબદારી અને શિક્ષણનો અર્થ માત્ર જ્ઞાન અને કૌશલ્ય આપવાનો જ નથી પણ MBBSના વિદ્યાથીઓને સંપુર્ણપણે ડોકટર તરીકે સહાનુભૂતિ અને આત્મવિશ્વાસ સાથે સામાજીક આરોગ્યના મોરચે આગેવાનો બનાવવાનો પણ છે. જે પોગ્રામ અંતર્ગત તબીબી વિદ્યાર્થીઓની સહાયથી ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોનું આરોગ્ય સ્તર સુધારવા માટે 10 જેટલાં ગામડાઓ દત્તક લઇ આશરે 1500 જેટલાં પરિવારોની સારસંભાળ લેવાશે.

કર્યમાં કોમ્યુંનીટી મેડીસીન વિભાગના ર્ડા. નિતેશ પટેલ અને અન્ય ર્ડાક્ટર્સના માર્ગદર્શન હેઠળ વિદ્યાથીઓ દત્તક લીધેલા પરિવારોના સ્વાસ્થનું સતત 3 વર્ષ સુધી ધ્યાન રાખશે. વર્ષ દરમિયાન 10 મુલાકાત અને ત્યારબાદ આગામી 2 વર્ષ માટે મુલાકાત સાથે ટેલીમેડીસીન પ્રેક્ટીસ દ્વારા દત્તક લીધેલા પરિવારોને નિરોગી રેહવા માર્ગદર્શન આપશે. દત્તક લીધેલા ગામો પૈકી આકેડી, દેલવાડા, ભૂતેડી, બાદરપુરા, સાંગલા, મલાણા, લુણવા, રાજપુર, મોરિયા, કુશ્કલ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત રીતે સારવાર અને નિદાન કેમ્પ ઉપરાત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ દર્દીઓને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં સારવાર આપવામાં આવશે. વધુમાં પ્રોફેસર એન્ડ હેડ કોમ્યુંનીટી મેડીસીન વિભાગ ના ર્ડા. પુષ્ટિ વાછાણીએ જણાવ્યું છે કે, બનાસ મેડીકલ કોલેજનો મુખ્ય હેતુ વિદ્યાથીઓની એક એવી પેઢી બનાવવાનો છે કે, જે માત્ર તેમની કારકિઁદીમાં જ સફળ નહી પરંતું દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં રેહતા લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબધ્ધ બને.બનાસ મેડીકલ કોલેજ મોરિયાના વિદ્યાર્થીઓની આ પ્રેરણાદાયી પહેલને બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીએ આ પહેલને બિરદાવી આ સેવાકીય કાર્ય માટે શુભેચ્છા પાઠવી છે.