- હજારો લોકોને ભાદરવીની ગરમીમાં લાઈટ કાપનો ઝટકો સહન કરવો પડશે - સોમવારે કુંભારવાડા-વાઘાવાડી ફીડર, મંગળવારે પોર્ટ કોલોની-રામમંત્ર મંદિર ફીડર અને બુધવારે પોર્ટ કોલોની-જ્ઞાાનમંજરી ફીડરમાં વીજ પુરવઠો બંધ રહેશે ભાવનગર : ભાવનગર શહેરમાં ભાદરવા માસની ગરમી અને બફારા વચ્ચે વીજ તંત્ર દ્વારા સપ્તાહના પ્રારંભથી ત્રણ દિવસ સુધી સાડા છ કલાકનો પાવરકાપ ઝીંકવામાં આવતા હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સોમવારથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી સવારે ૬-૩૦થી બપોરે ૧ કલાક સુધી લાઈટ કાપ જાહેર કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ સિટી-૧ કચેરી દ્વારા રિપેરીંગ કામગીરી કરવાની હોવાથી ત્રણ દિવસ સવારે ૬-૩૦થી ૧-૦૦ કલાક સુધી વીજકાપ લાદવામાં આવશે. જેમાં તા.૫-૯ને સોમવારે કુંભારવાડા ફીડરના નારી રોડ, હાઉસીંગ સોસાયટી, લાલ રંગનું કારખાનું, રેયોન મીલ કમ્પાઉન્ડ (બધી ઈન્ડસ્ટ્રીઝ), બાનુબેનની વાડી અને આજુબાજુનો વિસ્તાર, તા.૬-૯ને મંગળવારે પોર્ટ કોલોની ફીડરના મોહન ગેરેજ, પોર્ટ કોલોની, ડાયા પોંચાની લાતી, ભાવનગર ફીડ્સ, વાઘેલા ટ્રાન્સપોર્ટ ઓફિસ અને તા.૭-૯ને બુધવારે પોર્ટ કોલોની ફીડરના રીના ટાઈલ્સ, આલ્કોક એશડાઉન, જૂનાબંદર રોડ પ વાયરલેસ સ્ટેશન ઓફિસ, જયંતીભાઈ ચા વાળા, ભારત પેટ્રોલીયમ, ગેસ એજન્સી અને આજુબાજુના વિસ્તારમાં પાવરકાપ રહેશે. જ્યારે સિટી-૨ કચેરી દ્વારા તા.૫-૯ના રોજ વાઘાવાડી ફીડરના સાગવાડી, શીવપાર્ક, કાળિયાબીડ-સી, ન્યુ ભગવતી પાર્ક, જૂની ભગવતી પાર્ક (શેરી નં.૧થી ૮), પાણીની ટાંકી પાસેનો વિસ્તાર, સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, ઓશનપાર્ક, વૃંદાવન સોસાયટી, ગોકુલધામ (શેરી નં.૧થી૩), અવધનગર, કબીર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ અને પાણીની ટાંકી સુધીનો વિસ્તાર, મેલડી માતા મંદિર અને ભયલુભાઈની વાડીનો વિસ્તાર તેમજ તા.૬-૯ને મંગળવારે રામમંત્ર મંદિર ફીડરના સિદસર રોડ પર કામીનિયા પાર્ક, સ્વસ્તિક વિદ્યા સંકુલ, સીતારામનગર, નક્ષત્ર પાર્ક, ઓમ, શિવમ અને મિત કોમ્પલેક્ષ, ભરતનગર વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટી, ભરતનગર સીંગલિયા, નવા બે માળિયા, વર્ધમાનનગર, વર્ધમાનનગર જૂના બે માળિયા સામેનોવિસ્તાર, સીતારામ ચોક, હરિઓમ સોસાયટી, આંબેડકર સોસાયટી, કૃષ્ણનગર બે માળિયા, મારૂતિનગર, અભિષેક સોસાયટી, યોગેશ્વર સોસાયટી, કૈલાસનગર ત્રણ માળિયા, લાલા પાર્ક, ક્રિષ્ના રેસીડેન્સી, ભરતનગર ૧૨ નંબરનું બસ સ્ટેન્ડ પાસને વિસ્તાર, આર્યકુળ સ્કૂલ, કાચના મંદિર પાછળનો વિસ્તાર તેમજ તા.૭-૯ને બુધવારે જ્ઞાાનમંજરી ફીડરના ભાખલપરા, સૂર્યનગર, નંદનવન, સ્વામિનારાયણનગર, મહાવીરનગર, જ્ઞાાનમંજરી સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, હરીઓમનગર, ઈન્દ્રપ્રસ્થ, નિલમણીનગર, યોગેશ્વરનગર, અક્ષરધામ-૧,૨, ૩, પટેલ પાર્ક અને શાંતિનગર ૧-૨, સિલ્વર બેલ્સ સ્કૂલ, જૂની ભગવતી સોસાયટીમાં શેરી નં.૯થી ૧૨ અને પ્રમુખસ્વામીનગર વિસ્તારમાં સવારે ૬-૩૦થી ૧ વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે તેમ જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মঙ্গলদৈত কংগ্ৰেছৰ প্ৰতিবাদ
মঙলদৈত কংগ্ৰেছৰ প্ৰতিবাদী সমদলত আৰক্ষীৰ বাধা।আৰক্ষীয়ে ৰাজীৱ ভৱনতেই আবদ্ধ কৰিলে কংগ্ৰেছ...
गुरसिमरन कौर मैराथन दौड़ में बनी विजेता बधाइयों का सिलसिला जारी।
-गोरखपुर की बेटी गुरसिमरन कौर बनीं मैराथन दौड़ की विजेता।
गोरखपुर। गोरखपुर की बेटी गुरसिमरन कौर...
PM मोदी ने की विनेश फोगाट की तारीफ:बोले- वह पहली ऐसी भारतीय, जो कुश्ती के फाइनल में पहुंची, हमारे लिए गर्व
पीएम नरेंद्र मोदी ने पेरिस ओलिंपिक में 100 ग्राम बढ़े वजन से अयोग्य करार दी गई हरियाणा की रेसलर...
प्रयागराज में PCS व RO/ARO परीक्षा को लेकर छात्रों का जबरदस्त प्रदर्शन, बैरिकेडिंग तोड़ आयोग के सामने पहुंचे
प्रयागराज। उत्तर प्रदेश लोक सेवा आयोग (यूपीपीएससी) ने पीसीएस-2024 प्रारंभिक और आरओ-एआरओ-2024...
Flipkart बिग दिवाली सेल में iPhone 15 पर तगड़ी डील, बैंक ऑफर्स में बचेंगे हजारों रुपये
फ्लिपकार्ट की बिग दिवाली सेल लाइव होने में बस कुछ ही घंटे का समय बचा है। सेल में आईफोन 15 के 128...