ચાણસ્મા ના સુણસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્યની સરકાર દ્વારા ઘર ઘર લાભાર્થીઓને સુવિધા મળી રહે તે હેતુથી દરેક તાલુકાના ગામડે ગામડે સેવા સેતુ કાર્યક્રમ યોજી લાભાર્થીઓને મળતી સુવિધા પૂરી પાડતા હોય છે ત્યારે આજરોજ ચાણસ્માના સુણસર ગામે ચાણસ્મા મામલતદાર શ્રી જે એન દરબાર શ્રી ના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો
ચાણસ્મા મામલતદાર પોતે આ કાર્યક્રમ માં દરેક કર્મચારીઓ ઉપર નજર રાખીને દરેક નાગરિક ના ખોટવાયેલા કામ પૂર્ણ કરાવી રહ્યા હતા
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય લક્ષી, તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ આધાર કાર્ડ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી હતી અત્રે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં સુણસર ગામના વતની તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી એવા વિનયસિંહ ઝાલા, પૂર્વ કોંગ્રેસ તાલુકા પ્રમુખ નાગજીભાઈ દરબાર, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ., ચાણસ્મા મામલતદાર જે એન દરબાર સાહેબ તેમજ નાયબ મામલતદાર શ્રીઓ .મામલતદાર કચેરી કર્મચારીઓ. તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ..શિક્ષણ વિભાગ અધિકારી.ગ્રામસેવક વિભાગ.વનવિભાગ (ફોરેસ્ટ) વિભાગ , જીઇબી કર્મચારીઓ.એસ્ટીવિભાગ. આરોગ્યવિભાગ.આઈસીડીએસ વિભાગ. આંગણવાડી બહેનો. આશાવર્કર બહેનો સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ. કર્મચારીઓ. લાભાથીઓ ઉપસ્થિત રહી સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.