ડીસાના રાણપુર ગામે માર્ગ મકાન વિભાગે પાણી પુરવઠા વિભાગને નોટીસ ફટકારી હોવાની ઘટના સામે આવી છે. કોઈપણ મંજૂરી વગર પાણીની પાઇપ લાઈન નાખવા માટે ડામર રોડ ખોદી નાખતા માર્ગ અને મકાન વિભાગે ડીસા પાણી પુરવઠા વિભાગને સતત બીજી નોટીસ ફટકારી પાઇપ કાઢી નાખવા જણાવ્યું છે.

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।

ડીસાના રાણપુરથી કાંટ તરફ પીવાના પાણીની પાઇપ લાઈન નાખવા ખોદકામ કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી દોઢ કિલોમીટર સુધી મેટલ રોડ ખોદી નાખ્યા બાદ ઉમેદપુરા તરફ જતા ડામર રોડને પણ કોઇ પ્રકારની મંજૂરી વિના ખોદી નાખી સરકારી મિલકત રોડને નુકસાન કર્યું છે.

જોકે, ડીસા માર્ગ અને મકાન વિભાગને સ્થાનિક લોકોએ રજૂઆત કરતા તરત જ પાણી પુરવઠા વિભાગને નોટિસ આપવામાં આવી હતી. પંરતુ કોઈ જ જવાબ ન મળતા માર્ગ અને મકાન વિભાગે પાણી પુરવઠા વિભાગને ફરી બીજી નોટિસ ફટકારી છે અને મંજૂરી વગર રોડ તોડી અડચણરૂપ નાખેલી પાઇપલાઇન નીકાળી દેવામાં આવે તેમજ મંજૂરી મેળવ્યા બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીની દેખરેખ હેઠળ કામ કરવામાં આવે જો તેમ કરવામાં નહીં આવે તો પાણી પુરવઠા વિભાગના ખર્ચે પાઇપલાઇન નીકાળી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ત્યારે બીજી નોટીસના જવાબમાં ડીસા પાણી પુરવઠા વિભાગે આ કામ લાખણી કચેરી અંડર ચાલતું હોવાનું જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા. પત્ર વ્યવહાર પણ એજ કચેરીમાં કરવા જાણ કરી હતી. જોકે હવે આ બંને સરકારી કચેરી વચ્ચે ચાલી રહેલા નોટિસ અને જવાબનો કોઈ ઉકેલ આવશે કે પછી સમય જતાં પરિસ્થિતિ જૈસે થે થઈ જાય છે તે જોવું રહ્યું.