જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ મકવાણા અધિક્ષક બનાસકાંઠા જિલ્લા નાઓએ પ્રોહીબીશન તથા જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સારું જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન કરતાં કુશલ આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ તથા એચ.એ. ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ, પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ,વણઝારાવાસ વોળામાં ચામુંડા માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાંક ઈસમો ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા પકડાઇ ગયેલ અને સદરે ઈસમોની અંગ જડતીમાંથી રોકડ રૂ.9,000 તથા પટ ઉપરથી રોકડ રૂ. 2130 મળી કુલ રોકડ રૂ. 11,130 તથા ગંજીપાના નંગ 52 કિંમત 00/00 મળી આમ કુલ કિંમત રૂ. 11,130 ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પકડાયેલા ચાર આરોપીઓના નામ
01. અશોકભાઇ સગરામભાઇ ઠાકોર
(રહે.વણઝારાવાસ વોલામાં, તા.ડીસા)
02. સિધ્ધરાજ અભેસિંહ દરબાર (સોલંકી)
(રહે.ડીસા જી.ઇ.બી સ્ટેશન પાસે, ભોપાનગર, તા.ડીસા)
03. અજયભાઇ અશોકભાઇ લુહાર (રહે.ડીસા ભોપાનગર હનુમાનજીના મંદિર પાસે, તા.ડીસા)
04. હિતેશપુરી બાબુપુરી ગોસ્વામી (રહે.ડીસા અજાપુરા રોડ, ગોવર્ધન પાર્ક તા.ડીસા)