ભાગ લેવા ઇચ્છતા બાળકો તા. ૩૦/૧૨/૨૦૨૨ સુધી અરજી કરી શકશેરાજયના ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુસુચિત જાતિના બાળકો સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલીવે, તે હેતુથી રાજય સરકાર દ્વારા એડવેન્ચર કોર્ષની તાલીમ ૭ (સાત) દિવસ માટે આપવાનું નક્કી કર્યું છે. તદઅનુસાર રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજય સરકારના ખર્ચે ૭ (સાત) દિવસનો એડવેન્ચર કોર્ષ આગામી જાન્યુઆરી/ફેબ્રુઆરી-૨૦૨૨ના જુનાગઢ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવશે.
એડવેન્ચર કોર્ષ માટે જેઓ તા. ૩૧/૧૨/૨૦૨૨ના રોજ ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાનું પુરૂનામ, સરનામું, જન્મનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક પાસબુક, NCC/NSS, રમતગમત, સાહસીક પ્રવૃતિઓ, મેડીકલ પ્રમાણપત્ર, વાલીનું સંમતી પત્રકની વિગતો સાથેની પોતાની અરજી નિયત નમુનાના ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧, પહેલો માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જુનાગઢ, જિ. જુનાગઢને તા.૩૦/૧૨/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
શિબિર દરમિયાન નિવાસ, ભોજન, શિબિર સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ એડવેન્ચર કોર્ષ માટેના ફોર્મ દરેક જિલ્લાની રમતગમત અધિકારીની કચેરી ખાતેથી અથવા ફેસબુક ID – DSO JUNAGADHCITY પરથી મળી રહેશે. આ કાર્યક્રમમાં પસંદ થનાર બાળકોને પત્ર દ્રારા/મોબાઇલ/ઇ-મેઇલ દ્રારા જાણ કરવામાં આવશે. પસંદ થનારને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢ મારફત જાણ કરવામાં આવશે.
વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જુનાગઢ ઓફિસ નંબર -૦૨૮૫ ૨૬૩૦૪૯૦ તેમજ ઇમેઇલઃ- dsojunagadhcity20@gmail.com ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.