સુરત જિલ્લામાં વરસેલા વરસાદના કમોસમી માવઠાનો માર વાવાઝોડામાં ઘલાના ખેડૂતનો ઊભો પાક જમીન દોસ્ત થઈ ગયો હતો.ગ્લોબલ વોર્મિંગ અને જંગલોનું નિકંદન માટે જવાબદાર આજનો માનવી પોતાના પગ પર જાણે કુહાડી મારી રહ્યો છે.પરિણામ સર્જાય રહ્યું છે ભર ઉનાળે પણ ચોમાસુ.પર્યાવરણના ખોરવાયેલા સંતુલનને કારણે ઋતુચક્રમાં છાસવારે પરિવર્તન આવી રહ્યું છે.ત્યારે ગત રોજ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.જેમાં કામરેજ તાલુકાના કેટલાક ગામડામાં કમોસમી માવઠા સહિતના વાવાઝોડાએ નુકશાન નોતર્યું હતું.જેમાં ઘલા ગામના ખેડૂત પરેશ જેરામભાઈ પટેલના સાડાત્રણ વીંધા જેટલા કેળના પાકને ભયંકર નુકશાન થયું હતું.તેમના ખેતરમાં આવેલા આંબા પરની કાચી કેરીઓ પણ જમીન પર ટપોટપ ખળી પડી હતી.તેમના ખેતરમાં માવતરની માફક ઉછેર કરેલા કેળાની લુમ સાથેના છોડ જમીન દોસ્ત થયા હતા.પરેશ પટેલના જણાવ્યા મુજબ કેળને નીઘલ પડી ગયો હતો અને આવનાર ટુંક સમયમાં જ પાક તૈયાર થવાનો હતો.ત્યાં જ ગત રોજ કમોસમી વરસાદ સહિતના વાવાઝોડાએ તેમનો મોમાં આવેલો કોળીયો ઝૂંટવી લીધો હતો.