તેજગઢ રેલવે ક્રોસિંગ પર ચાલતા સમારકામને લઈ પાવીજેતપુર વનકુટીર થી ડાયવર્ઝન અપાયું
પાવીજેતપુર નજીક તેજગઢ રેલવે ક્રોસિંગ પર સમારકામ ની કામગીરી તા.૨૮-૨૯ એપ્રિલ બે દિવસ ચાલી રહી છે ત્યારે પાવીજેતપુર વન કુટીરથી છોટાઉદેપુર જવા માટેનું ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.
તેજગઢ ખાતેના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૫૬ ઉપર ક્રોસિંગ નં ૮૬ના મેઈન્ટેનન્સના કારણે તા.૨૮/૦૪/૨૦૨૩ના સવારે ૬ વાગ્યાથી સમારકામની કામગીરી આરંભી દેવામાં આવી છે ત્યારે
તમામ વાહનો માટે પાવીજેતપુર વન કુટીરથી ડાઈવર્ઝન આપી દેવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન મુજબ છોટાઉદેપુર તરફથી વડોદરા જતા હળવા વાહનો માટે તેજગઢ નાથુ ટ્રેડર્સની ડાબી બાજુ થઈ ઓરસંગ બ્રીજ, રાયસિંગપુરા, વર્ધી, હરવાંટ, મોટી આમરોલ, રતનપુર થઈ વનકુટીર ત્રણ રસ્તા થઈ વડોદરા તરફ જઈ શકાશે. આવી જ રીતે વડોદરાથી આવનારા હળવા વાહનો જેતપુર વન કુટીર ત્રણ રસ્તા થઈ, રતનપુર, મોટી અમરોલ, હરવાંટ, વર્ધી રાયસીન્ગ્પુરા થઈ છોટાઉદેપુર બાજુ જઈ શકશે.
પાવીજેતપુર વન કુટીર થી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ બેરીકેટ લગાવી રસ્તા ને નાનો કરી દેવામાં આવ્યો છે. વડોદરા તરફથી આવતા દરેક સાધનોને અટકાવીને આ પોલીસ સ્ટાફ દ્વારા તેઓની પૃચ્છા કરી જેઓને પાવીજેતપુર, દેવરીયા સુધી જવું હોય તેઓને જેતપુર તરફ રવાના કરવામાં આવે છે જ્યારે જે લોકોને છોટાઉદેપુર જવું હોય તેઓને ડાયવર્ઝન ઉપર જવા સૂચન કરવામાં આવે છે. સાથે સાથે વાહન ચાલકો વધુ આગળ ન નીકળી જાય તે માટે રતનપુર ત્રણ રસ્તા પાસે પોલીસ સ્ટાફ ગોઠવી ત્યાંથી તેઓને રાયસીંગપુરા તરફ રવાના કરવામાં આવે છે.
આમ, તેજગઢ રેલવે ફાટક ઉપર ચાલતી કામગીરીને અનુલક્ષી પાવીજેતપુર વન કુટીર ઉપર ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દરેકે દરેક વાહન ચાલકોને પૂછી જરૂર જણાય તેઓને ડ્રાઈવરજન ઉપર જવા સૂચન કરવામાં આવે છે.