બનાસકાંઠા જિલ્લાની નેનાવા ચેકપોસ્ટ પાસેથી ધાનેરા પોલીસે ડુંગળીના કટ્ટાની આડમાં મહારાષ્ટ્રના જલગાવથી રાજસ્થાન લઈ જવાતો 79 લાખનો પોષ ડોડાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યાં છે. જીતુ નામના વ્યક્તિ વોસ્ટઅપ કોલિંગના માધ્યમથી ટ્રક ચાલકને લોકેશન આપતો હતો અને આ પોષ ડોડાનો જથ્થો રાજસ્થાન તરફ લઈ જવાનું જાણવા મળ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના નેનાવા ચેકપોસ્ટ પાસેથી પોલીસે અંદાજે 2700 પોષ ડોડાનો જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરી છે. રાજસ્થાનને અડીને આવેલ નેનાવા ચેક પોસ્ટ પર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગુજરાત તરફથી રાજસ્થાન તરફ જઈ રહેલા એક ટ્રકને ઉભી રાખીને તેમાં તલાસી લેતા તેમાં ડુંગળીના કટ્ટાની આડમાં પોષ ડોડા મળી આવતા ધાનેરા પોલીસે ટ્રક ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત કરી હતી. ધાનેરા પોલીસે ડુંગળીના કટાની આડમાં ટ્રકમાં છુપાવેલ પોષ ડોડાના 176 કટામાંથી અંદાજે 2700 કિલો પોષ ડોડા મળી આવ્યાં હતા જેની કિંમત 79 લાખ જેટલી થાય છે આમ પોલીસે ટ્રક સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે એ ટી પટેલ ધાનેરા પી આઈ એ જણાવ્યું હતું કે, ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં નેનાવા ચેક પોસ્ટ આવેલી છે જ્યાં સતત વાહન ચેકીંગ ચાલુ હોઈ છે જે દરમિયાન એક ટ્રેલર RJ 19 JD 6186 નંબર નું ધાનેરા થી સાંચોર તરફ જઈ રહ્યું હતું તેની ચકાસણી દરમિયાન ઉપર ડુંગળીના કટ્ટા ભરેલા હતા તેની અંદર માદક પદાર્થ મળી આવેલ જે બાદ જિલ્લા SOG ને બોલાવી તપાસ કરતા 176 કટ્ટા પોસ ડોડાના ભરેલા હતા. જીતુ નામનો એક માણસ છે જે વોટ્સઅપ કોલ થી વાત કરીને લોકેશન આપતો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની પૂછપરછ ચાલુ કરી છે. અંદાજે 2700 કિલો પોષ ડોડાનો જથ્થો છે.