ડીસાથી બાલારામ અને બાલારામ થી અંબાજી જતા જાહેર માર્ગ વચ્ચે ગાબડા પડતા ભ્રષ્ટાચાર ની પોલ સામે આવી...
ભટામલ મોટી ગામ નજીક તૂટયો જાહેર માર્ગ...
બનાસકાંઠાના ડીસા થી બાલારામ અને બાલારામ થી અંબાજી જતા મુખ્ય માર્ગ ટૂંક સમય અગાઉ બનાવવામાં આવ્યો છે પરંતુ આ માર્ગમાં જે માલ મટેરિયલ વાપરવામાં આવ્યું છે તે હલકી ગુણવત્તા નું વાપરી હોવાનું સામે આવ્યું છે કારણ કે સામાન્ય વરસાદે આ જાહેર માર્ગ ની વચ્ચે ગાબડા પડ્યા હોવાથી ગુણવત્તાની સામે અનેક સવાલો થયા છે અને રોડ તૂટવાને કારણે રાત્રિના સમયે વાહન ચાલક આ તૂટેલા જાહેર માર્ગમાં અથડાય અને અકસ્માત થાય અને અકસ્માતના પગલે કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ...
બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા મળે તે હેતુસર કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે અને આ કરોડો રૂપિયાનું એંધાણ કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને મિલીભગતથી સગેવગે થતુ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ટૂંક સમય અગાઉ જાહેર માર્ગ બનેલ છે ત્યારે પાલનપુરના ભટામણ ગામ નજીક આ જાહેર માર્ગ તૂટી ગયો છે. અને આ જાહેર માર્ગ સામાન્ય વરસાદના કારણે તૂટી જતા તેની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે ત્યારે પ્રશ્ન એ છે કે કોઈ રાત્રિના સમયે કોઈ વાહન ચાલક આ તૂટેલા માર્ગમાં ખાબકે અને અકસ્માત થાય તો કોણ જવાબદાર બીજી બાજુ અવારનવાર માર્ગ તૂટવાની ઘટનાઓ સામે આવે છે પરંતુ જિલ્લા માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા કેમ કોઈ પગલા ભરવામાં આવતા નથી. જેથી ઉચ્ચ અધિકારીની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.