ધારી ટાઉનમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઇસમને કુલ કિં.રૂ.૧૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

 ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા એલ.સી.બી.ટીમે ગત તા.૨૫/૦૪/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે ધારી ટાઉનમાં અમરેલી રોડ ઉપર આવેલ મહાદેવ ચેમ્બરની સામેથી

 આઇ.પી.એલ. ૨૦૨૩ ની ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર પોતાના એન્ડ્રોઇડ ફોનમાં CRICBUZZ એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી, કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે ‘“ક્રિકેટનો સટ્ટો’ રમી/રમાડતા એક ઇસમને પકડી પાડી, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

હીરેન મનસુખભાઇ મકવાણા, ઉ.વ..૩૮, રહે.ધારી, શીવનગર, તા.ધારી, જિ.અમરેલી,

→ પકડવાના બાકી આરોપીની વિગતઃ- નવાજ રહે.ધારી, ખાટકી વાડ,તા.ધારી, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલઃ-

રોકડા રૂ.૯,૫૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન - ૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ચિઠ્ઠી – ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૯,૫૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા ઇ.ચા.પોલીસ ઇન્સ. એસ.જી.દેસાઇ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ અમરેલી.