આજ રોજ વિશ્વ મલેરિયા દિવસ નિમિતે માનનીય મુખ્ય જિલ્લા ર્આરોગ્ય અધિકારીશ્રી ર્ડો જયેશ પટેલ સાહેબ તેમજ માનનીય જિલ્લા મલેરિયા અધિકારી સાહેબ શ્રી ડો. જીજ્ઞેશ હરીયાણી સાહેબની સુચના મુજબ તાલુકા આરોગ્ય કચેરી ડીસા માં તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડો. પી એમ. ચૌધરી સાહેબ શ્રી ના માર્ગદર્શન મુજબ રેલીનું આયોજન કરવામાં આવેલ આ રેલી નું પ્રસ્થાન શ્રી તાલુકા આરોગ્ય સુપરવાઈઝર શ્રી નિરંજનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ આ રેલી તાલુકા આરોગ્ય કચેરી થી બગીચા સર્કલ ફુવારા સર્કલ થી પરત તાલુકા હેલ્થ કચેરી શુધી નિકાલવામાં આવેલ ત્યારબાદ ડીસા , અર્બન MPHS હરિસિંહ ચૌહાણ હિતેશ પંડ્યા , મહિન્દ્રભાઈ ચૌધરી અર્બન 1 અને 2 ના તમામ સ્ટાફની મીટીંગ સ્વરૂપમાં મળી વિશ્વ મલેરિયા દિવસ વિશે સમજ તેમજ તે માટે વર્ષ દરમિયાન કરવાની થતી કાર્યવાહી ની ચર્ચા કરવામાં આવેલ..

 વિશ્વ મલેરિયા દિવસ 2023, થીમ સાથે મલેરિયાને શુન્ય સુધી પોંહચાડવા નો સમય નિવેશ કરો, નવું કરો, અમલ કરો, સાથે સાથે દરેક તાલુકામાં મેડિકલ કેમ્પનું આયોજન કરેલ તેમજ પોરા નિદર્શન કાર્યક્રમ પણ રાખેલ જેમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોની સમજ મચ્છર ઉત્પતિ સ્થાનોનું કેવી રીતે નિકાલ કરવો જેવી વિવિધ આરોગ્ય સમજ આપવામાં આવેલી લોકોને સાથે સાથે ડ્રાય ડે રાખવાની પણ સલાહ આપેલી ડ્રાય ડે માં અઠવાડિયામાં એકવાર તમામ વાસણો કે પાણીના ભરાયેલા તમામ પાત્રોને એક દિવસ પૂરા કોરા કરવા કે પાણીમાં બ્લડિંગ સોર્સ પોરા પડે નહીં ને મચ્છર થાય નહીં તેવી આરોગ્ય સમજ પણ આપેલ પોરા નિંદર્શન કાર્યક્રમમાં મચ્છર અટકાયતી ઘરગથ્થુ ઉપાયો પણ જણાવેલ કે ગુડ નાઈટ નો ઉપયોગ કરવો, રોજ સાંજે લીમડાનો ધુમાડો કરવો, ગુગલ ધુમાડો કરવો નો ધુમાડો કરવો, મચ્છરદાની માં શુંવું, આવી વિવિધ આરોગ્ય લક્ષી સમાજ આપવામાં આવે