વડોદરા ખાતે ભરતી મેળો સહિત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ જગ્યાઓ માટે વડોદરાની નામાંકીત ઔધોગિક સંસ્થાઓએ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી
વડોદરા જિલ્લાના યુવાનો ખાનગી ક્ષેત્રમાં રોજગારી અને સ્વરોજગારીની તક આપવાના હેતુથી મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજવામાં આવી હતી.
આ શિબિરમાં વડોદરા શહેરના ૧૩ નામાંકીત નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. આ ભરતી મેળામા ૧૮ થી ૩૫ વયજૂથના ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, ગ્રેજ્યૂએટ અને માસ્ટર લાયકાત ધરાવતા ઉમેદવારોને ભાગ લીધો હતો. જેમાં કુલ ૫૩૧ જેટલી ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યા માટે ૧૫૦ થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો હતો. જેમાથી ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી અને ૧૦ થી ૨૦ હજાર સુધીના પગારની ઓફર કરવામા આવી. જિલ્લા ઉધોગ કચેરી ખાતેથી ઉપસ્થિત અધિકારીશ્રી તેમજ રાષ્ટ્રીય ઉધમિકતા અને લધુ વ્યવસાય વિકાસ સંશાધન કચેરી વડોદરામા ઉપસ્થિત કન્સલટન્ટશ્રી તેમજ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર વડોદરાના અધિકારી દ્વારા ભરતીમેળામાં ઉપસ્થિત ઉમેદવારોને સ્વરોજગારલક્ષી વિવિધ તાલીમ કોર્ષ તેમજ યોજનાઓની લોન સહાય અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
આ ભરતી મેળામા આવેલ ઉમેદવારોને આગામી દિવસોમાં ઘેર બેઠા રોજગારીની તકોનો લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર રજીસ્ટ્રેશન કરવા માટે જણાવાયું હતું. આ સાથે રોજગારની તકો વિશે માર્ગદર્શન આપવા હેતુ ચલવવામાં આવતી રોજગાર સેતુ હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા માટે સૂચવ્યું હતું. તે સાથે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી અગ્નિવીર યોજનાની ભરતી માટે ૩૦ દિવસની નિવાસી તાલીમમાં વધુ માં વધુ યુવાનોને જોડાય તથા વિદેશમાં અભ્યાસ તેમજ રોજગાર મેળવવા ઈચ્છુક ઉમેદવારોને વિદેશ જતા પહેલા વિના મુલ્યે ઓવરસીસ માર્ગદર્શન મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.