ઉંબરી ગામે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી.

કાકરેજ ના ઉંબરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ઉંબરી ગામે ૨૫ મી એપ્રિલ વિશ્વ મલેરીયા દિવસ હોવાથી "મેલેરિયાને શૂન્ય સુધી પહોંચાડવાનો સમય:રોકાણ કરો, નવું કરો ,અમલ કરો " ની થીમ સાથે વાહક જન્ય રોગ નિયંત્રણ અને અટકાવ કામગીરી કરવામાં આવી હતી. તા.હે.ઓફિસર ડૉ.પિયુષ .બી.ચૌધરી અને ઉબરી પ્રા.આ.કેન્દ્ર ના મેં.ઓફિસર ડૉ.અજય પરીખના આદેશ અન્વયે તેમજ પરેશકુમાર જોષી ના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઉબરી ગામે તા. ૨૫ એપ્રિલના રોજ જનજાગૃતિ દિવસ તેમજ વિશ્વ મેલેરીયા દિવસ અન્વયે ઓ.પી.ડી કેમ્પ રાખવામાં આવ્યો હતો ,જેમાં તમામ દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી.તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી હતી તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા પ્રા.આ.કે. ઉંબરી ના તમામ ગામો માં એન્ટીમેલેરિયલ એક્ટિવિટી અને આઈ.ઈ.સી કામગીરી કરવામાં આવી હતી.પોરા નિદર્શન, ગપ્પી ફિશ નિદર્શન, મચ્છરદાની નિદર્શન અને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું.

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ