ગુજરાત રાજ્ય સરકાર દ્રારા લોકાભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી 

હિંમતનગર તાલુકા સ્વાગત કાર્યક્ર્મમાં જિલ્લા સમાહર્તાશ્રીએ ૩૫ જેટલા લોકપ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું 

     સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તાલુકા સ્વાગત કાર્યક્ર્મ જિલ્લા સર્માહર્તાશ્રી એન.એન. દવેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્ર્મમા ૩૫ જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ કર્યો હતો. તેમજ વહિવટી કારણોસર ત્રણ અરજીઓ પેડિંગ રાખવામાં આવી હતી.

    હિંમતનગર તાલુકા સ્વાગત કાર્યક્ર્મમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિગંત ભટ્ટ, પ્રાંત અધિકારીશ્રી જયંત કિશોર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.   

     તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે અને નાગરીકોને બીન જરૂરી જિલ્લા કે રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા જવું ના પડે તે માટે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજવામાં આવે છે જેમાં વર્ગ -૧ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકાના તમામ અધિકારીઓ આ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહીને નાગરીકોની રજૂઆતો રુબરૂ સાંભળી તેનો સ્થળ પર ઉકેલ લાવશે.      

       

    સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદારની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાયો જેમાં ૧૭ જેટલી અરજીઓ આવી હતી જે પૈકી ૧૪ જેટલી અરજીઓનું સુખદ સમાધાન કરવામાં આવ્યું જ્યારે દબાણને લગતી અરજીઓ પેડિંગ રાખવામાં આવી હતી. આ સ્વાગત કાર્યક્ર્મમાં પ્રાંત અધિકારીશ્રી સહિત તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

    વિજયનગર તાલુકાના તાલુકા સ્વાગત કાર્યક્ર્મમાં મામલતદારશ્રીએ ઉપસ્થિત રહીને ૧૫ જેટલા લોકપ્રશ્નો સાંભળી તમામનું સમાધાન કરાયું હતું.  

    ખેડબ્રહ્મા ખાતે ખેડબ્રહ્મા મામલતદારશ્રીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાયો જેમાં ૧૦ પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરાયું હતું.