સી ટીમ દ્વારા એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ 

SHE TEAM કામગીરી અંતર્ગત નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા I/C પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલ સાહેબ પોરબંદર નાઓની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સાહેબ નાઓની અધ્યક્ષતા હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એન.ઠાકરીયા સાહેબ દ્વારા મહિલા સબંધી ગુન્હાઓનુ પ્રમાણ ઘટાડવા અને જાગૃતિ લાવવા પોરબંદર શહેરમાં આવેલ ધરમપુર પાટીયા પાસે એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થામા તાલીમ લઇ રહેલ મહિલાઓને આત્મનિર્ભર બનવા, તેમજ સી ટીમની માહિતી, તેમજ મહિલાઓને ઘરેલુ હિંસાના બનાવ, મહિલાઓની છેડતીના બનાવ કે સાઇબર ક્રાઇમ, મહિલા હેલપલાઇન ૧૮૧, તેમજ ઇ એફ.આઇ.આર.ને લગતી તમામ માહિતી આપવામા આવી અને મહિલાને આત્મનિર્ભર બનવા માટે લોન મળે તે માટે માહિતગાર કરવામાં આવેલ. તેમજ કોઇ મહિલાને કોઇ પ્રશ્નો હોય, તો તાત્કાલીક પોલીસનો સંપર્ક સાધવા જણાવવામાં આવેલ, તેમજ સંસ્થાની મુલાકાત લેવામાં આવેલ છે