ડીસાના એરપોર્ટ વિસ્તારમાં રાત્રી દરમિયાન અજાણ્યા ઈસમો અંદર પ્રવેશ્યાં હોવાની પોલીસને જાણ થઈ હતી. જેથી પોલીસે તપાસ માટે ખાડો ખોદયો હતો. જેમાંથી શ્વાનનો મૃતદેહ નીકળ્યો હતો.
ડીસા પોલીસ શનિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે કેટલાક લોકો શંકાસ્પદ રીતે રાત્રી દરમિયાન એરપોર્ટમાં પ્રવેશ્યા હોવાના ઇનપુટ મળ્યા હતા જેને ગંભીરતાથી લઈ રવિવારે સવારે ડીસા પોલીસે મામલતદાર સતિષભાઈ બોડાણાને સાથે રાખી મળેલા ઇનપુટ વાળી જગ્યાએ પહોંચી હતી.જ્યાં ખાડો ખોદી ઉપર બે મોટા પથ્થર મુકેલ હતા. જેથી પોલીસે ત્યાં ખોદકામ કર્યું હતું.
આ અંગે ડીસા મામલદાર સતિષભાઈ બોડાણાએ જણાવ્યું હતું કે, ત્યાં ખાડો ખોદતા તેમાંથી જર્મન સેફરડ જાતિના શ્વાનનો મૃતદેહ મળ્યો હતો તે કોણ દાટી ગયું ? તે બાબતની ખબર નથી પડી પણ બાદમાં પોલીસે મૃત શ્વાન સન્માન પૂર્વક પુનઃ દાટી દીધો હતો.