માહી ગ્રુપના સભ્યો દ્વારા સેવાકાર્યોના આયોજન સંપન્ન થયા 

પોરબંદરની ધાર્મિક,સામાજિક, મેડિકલ, શૈક્ષણિક,આર્થિક,પશુ પક્ષીઓ માટે સતત સેવાનાકાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યો દ્વારા સેવાકાર્યોના આયોજન કરવામાં આવેલ જેમાં માહી ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ,શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાકનું વિતરણ કરવામાં આવેલ તેમજ પોરબંદરની જાહેર જનતા માટે એક નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન ગોપનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવેલ જેમાં માહી ગ્રુપ અને ગોપનાથ મહાદેવ મંદિરના સંયુક્ત ઉપક્રમે રાજકોટના અરવિંદભાઈ એ વાળાની ટીમના સભ્યો દ્વારા દર્દીઓને નિશુલ્ક સારવાર આપવામાં આવી હતી જેમાં હાથપગ, ગોઠણ, કોણી ગરદન,એડીના દુઃખાવા,સાઇટીકા મણકાની તકલીફ પેટના દર્દો ,પડખાનો દુખાવો,પેચોટીની તકલીફ શરીરમા કોઇ નસ દબાતી હોય ,હાથ પગ મા ખાલી ચડતી હોય,માથાનો દુખાવો-માઇગ્રેન, થાઇરોડ  વગેરે રોગોની સારવાર દવા વગર માત્ર કસરતથી દુર કરવામાં આવેલ જેમાં પોરબંદર ની જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

ઉપરોક્ત સેવાકાર્યોના આયોજનમાં માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયાના માર્ગદર્શન નીચે માહી ગ્રુપના સભ્યો દ્વારા સેવા કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત સેવાકાર્યોનું આયોજન માહી ગ્રુપના એક સેવાભાવી સભ્ય શ્રી જલારામ ભક્ત ના લાડકા દીકરા ના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવેલ..*