૧૪મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ન કરવા માટે રાજ્યના નાગરિકોને ગુજરાત પોલીસે ખાસ અપીલ કરી છે.જેમાં ચાઈનીઝ દોરી, પ્લાસ્ટીક દોરી, કાંચના મિશ્રણયુક્ત દોરી, ચાઈનીઝ સ્કાય લેંટર્ન (તુકકલ) ઉપયોગ ન કરવા અંગે ખાસ અપીલ કરાઈ છે.નોંધનીય છે કે, ઉત્તરાયણના પૂર્વે જ ચાઈનીઝ દોરીથી ગંભીર રીતે ગળા કપાઈ જવાની ઘટના બની છે.સલામત રીતે ઉત્તરાયણ પર્વ ઉજવવા માટે અપીલ કરાઈ છે.જો કોઈ વિસ્તારમાં પ્રતિબંધિત વસ્તુઓનો વેચાણ વિશે જાણકારી મળે તો તત્કાલિક 100 નંબર પર પોલીસનો સંપર્ક કરી માહિતી આપવા જાહેર કરવામાં આવ્યું છે.