ઉનાના ખાપટ ગામ વાડીમાં શેરડીના છોતાનો મોટો જથ્થો પડેલો હોય તેમ કોઈ અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક આગ લગાવી દેતાં તમામ શેરડીના છોતાનો ઢગલો બળીને ખાખ થઇ ગયો હતો. જેમાં વાડી માલિકને લાખોનું નુક્સાન થયું હતું. વાડી માલિક અજાણ્યા શખ્સો સામે પોલીસમા અરજી કરી છે.ખાપટ ગામે દિપસિંહ રામભાઇ ઝાલાની વાડીનો સર્વે નં.165/1 પૈકીની જમીનમાં ગોળના રાબડામાં ઉપયોગમાં લીધેલ શેરડીના છોતાનો મોટો ઢગલો પડેલો હતો. આ શેરડીના છોતાનો ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક આગ લગાવી દેતાં તમામ શેરડીના છોતાનો ઢગલો બળીને ખાક થઇ ગયો હતો.આ લાગતા આજુબાજુના વાડી વિસ્તારના લોકોએ વાડી માલિકને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ઢગલામાં આગ લાગેલી જોવા મળતા ચોકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક પાણીના ટાંકાની મદદથી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી.પરંતું આ શેરડીના છોતાનો મોટો જથ્થો બાળીને ખાખ થઇ ગયેલો હતો. આ ઘટનામાં વાડી માલિકને રૂ.2 લાખોનું નુક્સાન થયેલો હોય આ અંગે દિપસિંહ રામભાઇ ઝાલાએ પોલીસમાં લેખિત અરજી કરી અજાણ્યાં શખ્સોને ઝડપી પાડવા માગ કરી હતી..