ડીસા તાલુકાના એક ગામની યુવતીને જાતીય અપમાનિત શબ્દો બોલી તેની છેડતી કરવાના બનાવમાં પોલીસે મોડે મોડે ફરિયાદ નોંધ્યા બાદ છેડતી કરવામાં વાગડોદ પોલીસ સ્ટેશન નો કર્મચારી હોઇ તેના વિરુદ્ધ પણ પગલા લેવા યુવતીએ પાટણ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે..
અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના એક ગામે યુવતી કરિયાણા ની દુકાને ચીજવસ્તુ લેવા ગઈ ત્યારે ત્યાં ઉભેલા રામાભાઇ પ્રભુભાઈ જાટ, નારણભાઈ ખેંગારભાઈ જાટ ,કાંતિભાઈ લાખાભાઈ જાટ, દિનેશભાઈ લાખાભાઈ જાટ, ધનાભાઈ પ્રભુભાઈ જાટ સહિત 5 શખ્સોએ યુવતી ને જાતીય અપમાનિત શબ્દો બોલી અહીં કેમ ચીજ વસ્તુઓ લેવા આવે છે, એમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા..
જેથી યુવતી ડરી ને ભાગવા જતી હતી ત્યારે તેનો દુપટ્ટો પકડી ખેંચવાની કોશિશ કરી હતી, જેથી યુવતીએ બુમાબુમ કરતાં તેના કાકા હરેશભાઈ આવી જતા આ શખ્સોએ હરેશભાઈ ને પણ મારા મારી કરી ધમકી આપી હતી, તેમજ યુવતીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી..
જેમાં રામાજી પ્રભુજી જાટ પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ મથકમાં ફરજ બજાવતો હોઈ પોલીસ નો રોફ જમાવી ડરાવવાની કોશિશ કરી હતી, આ અંગે યુવતી આગથલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ લીધી નહીં અને યુવતી ની છેડતી કરવામાં પોલીસ કર્મચારી રામાજી જાટનું પણ નામ હોવાથી પ્રથમ તો પોલીસ ફરિયાદ લેવા માટે ગલ્લા તલ્લા કર્યા હતા અને યુવતી અને તેના પરિવાર જનો ને મોડે સુધી બેસાડ્યા બાદ મોડી રાત્રે તેઓની ફરિયાદ નોંધી હતી..
આથી યુવતીએ આ અંગે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ને પણ લેખિત રજૂઆત કરી છે, અને આરોપી પોલીસ કર્મચારી રામાજી પ્રભુજી જાટ તેમના પરિવાર ને ડરાવતો ધમકાવતો હોવાથી તેની સામે ખાતાકીય તપાસ કરી કડક પગલાં લેવાની પણ માંગ કરી છે..