તારાપુર તાલુકાના જલ્લા ગામે ગેસની બોટલ ફાટતા મકાનની ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી છે 

તારાપુર તાલુકાના જલ્લા ગામે આવેલ શઈદખાન બશીરખાન પઠાણના મકાનમાં સાંજના પાંચ વાગ્યાના અરસામાં પરિવારના સભ્ય ચ્હા બનાવવા જતાં અચાનક ગેસની બોટલની પાઈપ લીકેજ થતાં આગલાગી હતી અને તેની બોટલ ફાટતા આગ ભભૂકી ઊઠી હતી જેના કારણે મકાન માલિકે બૂમરાણ કરતા ગ્રામજનો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કોશીશ પણ કરી હતી ફાયર બ્રિગેડને જાણ કરે તે પહેલાં મકાન અને ઘરવખરી, પૈસા, અનાજ બધુજ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું

જેમાં આજે ઈદ નાં દિવસે મુસ્લિમ શ્રમજીવી પરિવારનું મકાન અને ઘરવખરી, અનાજ, પૈસા બધુજ બળીને ખાખ થઈ જતાં, આ પાંચ સભ્યોનો પરિવાર રસ્તા પર આવી ગયો હતો.

ગેસની બોટલ ફાટતા વીકરાળ આગે પતરાના ઘરને લપેટામા લીધૂ હતું. જેમાં શ્રમજીવી મુસ્લિમ પરિવારનું પતરાનું આખું મકાન અને ઘરવખરી, અનાજ, પૈસા બધુજ બળી ને ખાખ થઈ ગયું હતું.

આગ લાગતા મકાન માલિકે બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા. તથા ગ્રામજનો નાં સહયોગ થી પાણીની ડોલો વડે આગ ને ઓલવવા નો પ્રયાસ કર્યો હતો. મહામૂસીબતે ગ્રામજનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આખું પતરા નું ઘર આગ માં ખાખ થઈ ગયું હતું.

અચાનક લાગેલી આગ ને લઈ પાંચ સભ્યો નો પરિવાર રસ્તા પર આવી ગયો હતો.સદનસીબે આગ ની ઘટના માં કોઈ જાન હાની થવા પામી ન હતી.આ અંગે જલ્લા ગામ નાં સરપંચ દ્વારા તારાપુર પોલીસ મથકે જાણ કરી હોવા નું જાણવા મળે છે.

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો 63522 49942 / 99240 95287