ઝાલાવડ ચેમ્બરની 63મી વાર્ષિક સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની નિમણુંક અને નવા ચૂંટાયેલા સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સ્થાને મયુરભાઇ ત્રિવેદી, થાનગઢ અને ઉપપ્રમુખ સ્થાને દિનેશભાઇ તુરખીયા, સુરેન્દ્રનગર ચુંટાઇ આવેલ તેમજ ચેમ્બરના નવા પમુખ દ્વારા માનદમંત્રી તરીકે માધવીબેન શાહ, વઢવાણ અને સહ-માનદમંત્રી તરીકે કેયુરભાઇ કોઠારીની નિયુકિત કરવામાં આવી.ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જે 61 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના વ્યાપાર અને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી જિલ્લાની મોટી સંસ્થા છે. જેમાં સ્થાનિક વિસ્તારની 6 બેઠકો અને બહારગામ વિસ્તારની 3 બેઠકો પર ચેમ્બર સભ્યોએ ઉમેદવારી નોંધાયેલ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં ખાલી બેઠકો જેટલા જ ઉમેદવારો રહેતા હોઇ, ઝાલાવડ ચેમ્બરની 63મી વાર્ષિક સામાન્ય સભામાં તેઓને બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલ.જેમાં સ્થાનિક વિસ્તારમાં સુધીરભાઇ કે. શાહ (સુરેન્દ્રનગર), દિલીપસિંહ આર. પરમાર (સુરેન્દ્રનગર), અસગરાલી ગોધરાવાલા(જોરાવરનગર), કાર્તિકભાઇ પટેલ (વઢવાણ), હેમલભાઇ પી. શાહ (વઢવાણ), સુમિતભાઇ વી. પટેલ (વઢવાણ) અને બહારગામ વિસ્તારમાં મયુરભાઇ આર. ત્રિવેદી (થાનગઢ), શાંતિલાલ એમ. દેત્રોજા (થાનગઢ), હેમેન ભાઇ કે. મહેતા (થાનગઢ)ની વરણી કરાઇ છે. ચેમ્બરના વડિલો એડવાઇઝ બોર્ડના સભ્યો અને સમગ્ર કારોબારી કમીટી ટીમ દ્વારા ચેમ્બરના નવા હોદેદારો અને નવા બિનહરીફ ચૂંટાઇ આવેલ સભ્યોને અભિનંદન પાઠવ્યા.