દિયોદર ની સંસ્કૃતિ વિદ્યાલય શાળાનાં વર્ષ 2023-24 ના ધોરણ દશ બારમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્ર્મ ના ઉદઘાટન સમારોહ ના અધ્યક્ષ દિયોદર DYSP ડી. ટી ગોહિલ ઉપસ્થિતિ માં ખુલ્લો મુકાયો હતો.દિયોદર સંસ્કૃતિ વિદ્યાલય ખાતે વિદાય સમારંભ પ્રસંગે શાળાના વિદ્યાર્થી બાળકોએ શાળાના અભ્યાસ કાળ દરમિયાન થયેલા સંસ્કારો અને વિદ્યા અભ્યાસ કાળ દરમિયાન શાળાના શિક્ષકોએ આપેલા જ્ઞાન નું વિઘાર્થીઓ એ અનુભવો વ્યક્ત કર્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવીને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરાયુ હતું.દિયોદર સંસ્કૃતિ વિદ્યાલય ના દશ બાર માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના વિદાય સમારંભ કાર્યક્ર્મ માં અલગ અલગ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃતિઓ અને કાર્ય કરેલા સંસ્થાઓ અને વ્યક્તિઓ અને સંગઠનો ને ટ્રોફી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ વિદ્યાલય ના KG થી દશ બાર માં ધોરણ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિલ્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે દિયોદર DYSP ડી ટી ગોહિલ શાળાનાં ટ્રસ્ટી નાસીરખાન મલેક અમરતભાઈ ભાટી, આંજણા હિંદવાની યુવક મંડળ ના પ્રમૂખ અને લાયન્સ ક્લબ દિયોદર ના મંત્રી જામાભાઈ પટેલ, વિશ્વાસ હોસ્પિટલ ના ડૉ. રોહિત ભાઈ નાડોદા, શાળા નંબર બે ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો....