સુરેન્દ્રનગર શહેરમાં નર્મદા કેનાલ તેમજ ડેમમાં ડૂબવાના અનેક બનાવો અવારનવાર સામે આવે છે અનેક લોકો ડૂબે છે અનેક લોકોની ડેડબોડી અવારનવાર કેનાલોમાંથી મળે છે આમ છતાં પણ તંત્ર નિષ્ક્રિય હોવાનું અને આવી રીતે કેનાલમાંથી કે ડેમમાંથી લાશો પણ મળવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના ધોળી ધજા ડેમમાં દાળમિલ વિસ્તારમાં રહેતા એક પરિવારનો બાળક રમતા રમતા ધોળી ધજા ડેમમાં ડૂબી ગયો હોવાનું હાલમાં જાણવા મળતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી અને આ બાળકને બચાવ કામગીરી હાલમાં શરૂ કરી છે ત્યારે આ બાળક લગભગ બે ત્રણ કલાકથી ડૂબી ગયો હોવાનું જાણવા મળે છે ત્યારે હજુ શોધખોળ ચાલી રહી છે પરંતુ બાળક કે જેનો પતો હજુ સુધી કંઈ મળ્યો નથી ત્યારે હાલમાં ફાયર ફાઈટર ઓ ધોળી ધજા ડેમમાં બાળકને શોધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.