મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આજરોજ સીસીટીવી કેમેરાનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના નાણાં પંચની ગ્રાંટમાંથી ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી મહુવા ટાઉનમાં સીસીટીવી કેમેરા ફાળવવામાં આવેલ હતા.સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા.મહુવા ટાઉનમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતા.જેનું લોકાર્પણ મહુવા170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ,કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ પટેલ,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસાર,ગામના આગેવાન જનકભાઈ તેમજ ગામના સરપંચ અનિલભાઈ અને કમિટી સભ્યો હાજર રહ્યા હતા.