ડીસા ના રસાણા ગામે આવેલી નર્સિંગ કોલેજમાં છાત્રો છેલ્લા ઘણા સમયથી પાણી સહિત ની સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે..

જે મામલે આજે એન.એસ.યુ.આઈ. ના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓ એ સંચાલક મંડળ ને ઉગ્ર રજૂઆત કરી હતી..

ડીસા ની રસાણા પાસે આવેલી ભારત નર્સિંગ કોલેજ માં 300 થી પણ વધુ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમય થી પીવાના પાણી ના અભાવે છાત્રો ભારે હાલાકી ભોગવી રહ્યા છે..

આ સિવાય સંચાલક મંડળ દ્વારા છાત્રો પાસે થી ટ્રાન્સપોર્ટેશન ની ફી એડવાન્સ માં લેવામાં આવી છે, તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ના ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી..

જે મામલે વિદ્યાર્થીઓ એ વારંવાર સંચાલક મંડળ ને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ મામલે કોઈ જ કાર્યવાહી, કે વિદ્યાર્થીઓ ની વાતને ધ્યાનમાં ન લેતા આજે એન.એસ.યુ.આઈ. ના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓ એ ભારે હંગામો મચાવ્યો હતો..

કોલેજ ના સંચાલક મંડળ ને લેખિત આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી, અને જો વિદ્યાર્થીઓ ની માગ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે અને સુવિધાઓ ની પૂર્તિ કરવામાં નહીં આવે તો કોલેજ ને તાળુ મારી ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી..

આ સમસ્યા અંગે વિદ્યાર્થી બાદલ વાઘેલા, ગાયત્રી પરમાર અને એન.એસ.યુ.આઇ. ના મહામંત્રી ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે, કોલેજ માં છેલ્લા ઘણા સમય થી પીવાના પાણીની સમસ્યા છે..

 આ સિવાય ટ્રાન્સપોર્ટેશન ની ફી ઉઘરાવી છે, પરંતુ વિદ્યાર્થીઓ ના આવવા જવા માટેની કોઈ જ વ્યવસ્થા કરી નથી, જે માટે વારંવાર રજૂઆત કરી છે..

આજે પણ અમે સંચાલક મંડળ ને રજૂઆત કરી છે, જો 24 કલાકમાં નિર્ણય નહીં આવે તો કૉલેજ ને તાળા બંધી કરી ઉગ્ર આંદોલન કરીશું..