પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં સ્ત્રી સશક્તિકરણ ના ભાગરૂપે જિલ્લા મહિલા બાળ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો
પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં સ્ત્રી સશક્તિકરણ ના હેતુસર જિલ્લા મહિલા બાળ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજી વિવિધ યોજનાઓથી બાળકો તથા સમાજને અવગત કરાવી, મહિલાઓ યોજનાઓનો લાભ લઇ પોતે સશક્ત બને તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
વર્તમાન સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ ના વિવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. ત્યારે અંતરિયાળ ગામડા સુધી આ મેસેજ પહોંચે અને મહિલાઓ સુરક્ષિત રહે તેમજ મહિલાઓને મળતા લાભ વિશે તેવો અવગત થાય તે હેતુસર પાવીજેતપુર તાલુકાની પ્રથમ હરોળની શાળા ભેંસાવહી હાઈસ્કૂલમાં છોટાઉદેપુર જિલ્લા મહિલા બાળ વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા મહિલા સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓથી બાળકોને અવગત કરવામાં આવ્યા હતા તેમજ આ યોજનાઓનો છેવાડાના ગામડા સુધી લાભ મળે તે હેતુસર બાળકોને પોતાના વિસ્તારના દરેકે દરેક ફળિયામાં આ મેસેજ પહોંચાડવાનો આહવાન કરવામાં આવ્યું હતું.
ભેંસાવહી હાઈસ્કૂલના આચાર્ય દિનેશભાઈ કોલી દ્વારા બોલતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં આવી હોય પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આ યોજનાઓ અંગે જાણ ન હોવાના કારણે લાભથી વંચિત રહે છે, આ ગામડાઓ ની મહિલાઓ લાભથી વંચિત ન રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ વધુ બોલતા જણાવ્યું હતું કે " પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર " મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે. હિંસા થી પીડિત મહિલાઓને તમામ સમસ્યાઓના સમાધાન માટે " સખી " વન ટોપ સેન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં પીડિત મહિલાઓને કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય, કાઉન્સેલિંગ, હંગામી આશ્રય વગેરે એક જ સ્થળ ઉપર આપવામાં આવે છે. શારીરિક હિંસા, જાતીય હિંસા, ઘરેલુ હિંસા, એસિડ અટેક, માનસિક હિંસા, બાવનાત્મક હિંસા, મહિલાનો અનૈતિક વ્યાપાર વગેરેનો ભોગ બનનાર તમામ મહિલાઓને " સખી " સેન્ટર નો લાભ આપવામાં આવે છે. જ્યારે વ્હાલી દીકરી યોજના હેઠળ આ વર્ષે જન્મેલા દરેક દીકરીને ₹ ૧,૧૦,૦૦૦/- નો ત્રણ હપ્તામાં લાભ મળવા પાત્ર છે એ બાળકોને જણાવી પોતાના વિસ્તારમાં કોઈ પણ બાળક આ વર્ષે જન્મયો હોય તો તેની માહિતી એકત્ર કરવા જણાવ્યું હતું. જેથી કરી એ દીકરીને " વ્હાલી દીકરી " યોજનાનો લાભ મળી શકે. ગંગા સ્વરૂપ ( વિધવા ) પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ પચાસ હજારની સહાય આપવામાં આવે છે.
આમ, મહિલાઓ માટેની વિવિધ યોજનાઓથી અવગત કરી બાળકો આ મેસેજ છેવાડાના ગામડા સુધી પહોંચાડે ને વધુમાં વધુ મહિલાઓ આ યોજનાઓનો લાભ લઇ પોતે સશક્ત બને અને સ્ત્રી સશક્તિકરણમાં પોતાનો યોગદાન આપે તે હેતુસર ભેંસાવહી હાઈસ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મહિલા બાળ વિભાગમાંથી ગીતાબેન, રેખાબેન, કુરબાનભાઈ વગેરે કર્મચારીઓ ઉપસ્થિત રહી બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.