સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

અમરેલી જીલ્લામા મિલ્કત સબંધી જે ગુન્હા બનેલ હોય અને તેમા નાગરીકોની મિલ્કત ચોરાયેલ હોય અને આવા ગુન્હાઓ વણશોધાયેલ હોય તેવા ગુન્હાઓનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલીકને ચોરીમા ગયેલ મિલ્કત પાછી મળે તે માટે સઘળા પ્રયત્નો કરવા

અને આવા વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવા સાવરકુંડલા રૂરલ પોસ્ટેની સર્વેલન્સ ટીમે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સીસ તેમજ ખાનગી બાતમી આધારે ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

ગુનાની વિગત-

 સાવરકુંડલા રૂરલ પોસ્ટે એ પાર્ટ ગુ. ર. નં.૦૧૨૨૨૦૨૬ આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો ગઇ તા.૧૮/૦૪/૨૦૨૩ ના રોજ જાહેર થયેલ છે

 આ કામની હકીકત એવી છે કે આ કામના ફરીયાદીની મુરઘી તથા મચ્છીની દુકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે ગે.કા રીતે પ્રવેશ કરી દુકાનના ગલ્લામાં રાખેલ રોકડા રૂ.૫૦૦૦/- તથા ૨ નંગ મુરઘી કીં.૬૦૦/- તથા નંગ ૦૧ મચ્છી કી. ૪૦૦/- કુલ કી ૬૦૦૦ ની માલમતાની ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબત,

પકડાયેલ આરોપી

બાઘાભાઇ ભીમાભાઇ રાણાવડીયા ઉ.વ.૩૪, ધંધો. મજુરી, રહે.ગાધકડા, તા.સાવરકુંડલા, જી. અમરેલી,

રીકવર કરેલ મુદામાલ

રોકડ રૂપિયા ૪૦૦૦/-

આ કામગીરી ઇચા.પો.ઇન્સ જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય પી.ગોહીલ ની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ ટીમના અના હે.કો.યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા ભરતભાઇ છનાભાઇ તથા મહમદહુસેન રહીમભાઇ તથા PC કુલદીપસિંહ રઘુવીરસિંહ તથા ભાવેશભાઇ મનુભાઇ તથા PC જયપાલસિંહ લખુભા ગોહિલ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.